સુરતમાં ભાઈ-બહેનનો સંબંધ લજવાયો: હવસ સંતોષવા માનેલા ભાઈએ જ બહેન પર આચર્યું દુષ્કર્મ

Surat News: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં માનેલા ભાઈએ જ બહેન પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ચકચારીત કિસ્સો સામે આવ્યો છે. અગાઉ ભોગ બનનાર યુવતી પર તેના મિત્રએ જ લગ્નની લાલચ(Surat News) આપીને બળાત્કાર ગુજાર્યો હતો.

જો કે આ દરમિયાન કિશોરીનું પોલીસ દ્વારા નિવેદન લેવાનું ચાલુ હતું ત્યારે તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે તેના મિત્ર દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કારના બે મહિના પહેલા તેના માનેલા ભાઈએ જ તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે પોલીસે કિશોરીની ફરિયાદના આધારે માનેલા ભાઈ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માનેલા ભાઈએ દુષ્કર્મ આચર્યું
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી કિશોરી ને અગાઉ તેનો પરિચિત એક મિત્ર ઘરેથી ભગાડી ગયો હતો. જેથી જે તે સમયે યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસ યુવક અને કિશોરીને પકડી લાવી હતી અને કિશોરીના નિવેદનના આધારે તેના મિત્ર સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કિશોરીના નિવેદન બાદ તેના મિત્ર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી હાલમાં કિશોરીનો નિવેદન લેવાનું ચાલુ હતું.

બંને આરોપી સામે ગુનો દાખલ
તે દરમિયાન કિશોરીએ ચોકાવનારો ખુલાસો કર્યો હતો. આ નિવેદનમાં તેને જણાવ્યું હતું કે રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતો અને તેના માનેલા ભાઈએ તારીખ 19 માર્ચ 2023 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં કિશોરી ના ઘરે આવ્યો હતો અને એકલતાનો લાભ ઉઠાવી તેના માનેલા ભાઈએ જબરજસ્તી કરી કપડાં ફાડી નાખી બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી પોલીસે હાલ તો કિશોરીની ફરિયાદને આધારે તેના માનેલા ભાઈ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ તો કિશોરીની ફરિયાદને આધારે તેના માનેલા ભાઈ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને 22 વર્ષીય આરોપી અલ્પેશ પટેલની ધરપકડ કરી છે. અલ્પેશ મજૂરી કામ કરે છે.