સુરત શહેરમાં ક્રાઇમની બનાવોમાં સતત વધારો થાય છે. અવાર નવાર હત્યા, મારામારી, ચોરી તેમજ લૂંટફાટ જેવાં બનાવો સામે આવે છે. તે સમયે એક પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં એક યુવક 3 લાખ રૂપિયા આપીને એક યુવતીની સાથે લગ્ન કરીને તેને સુરત શહેર લાવ્યો હતો. એ પછી પત્ની પતિને વારંવાર ત્રાસ આપતી હતી.
એક દિવસ પત્નીએ હદ વટાવીને પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવનાં બીજા દિવસે પતિએ પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. એ પછી પતિ પત્નિની લાશને કોથળામાં ભરી ઘરનાં ટેરેસ પર મૂકી દીધી હતી. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો તેમજ પોલીસે મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આખા મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.
રિપોર્ટ મુજબ સુરત શહેરનાં પુણા ગામ વિસ્તારમાં આવેલા ભક્તિ નગર સોસાયટીમાં આવેલા એક મકાનનાં ધાબા પરથી દુર્ગંધ આવતા ત્યાના સ્થાનિક લોકોએ ટેરેસ પર જઈને તપાસ કરી હતી તે સમયે સ્થાનિક લોકોને ટેરેસ પરથી એક કોથળામાંથી એક મહિલાની લાશ મળી હતી. જેથી લોકોએ આખા બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે બનાવ સ્થળ પર પહોંચીને તપાસ ચાલુ કરી હતી. પોલીસે મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આખા મામલે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ મહિલા એના પતિની સાથે છેલ્લા 6 મહિનાથી અહીંયા રહેતી હતી તેમજ એનો પતિ મૂળ રાજસ્થાનનો હતો આ સિવાય પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, પતિએ 3 લાખ રૂપિયા આપીને મહિલા સાથે લગ્ન કર્યા હતા તેમજ લગ્ન પછી પત્ની પતિને ઘણી વાર ત્રાસ આપતી હતી. જેનાં લીધે બન્ને વચ્ચે ઝઘડાઓ થતા હતા. 2 દિવસ અગાઉ પત્નીએ પતિને મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં બચી ગયેલા પતિએ બીજા દિવસે સવારનાં સમયે પત્નીને ધાબા પર લઇ જઈને દોરી વડે ગળેટૂંપો આપીને મૃતદેહને કોથળામાં ભરી પોતે ભાગી ગયો હતો.
એવી પણ માહિતી મળે છે કે, પોલીસની તપાસમાં હત્યારાનાં ઘરમાંથી એક ચિઠ્ઠી પણ મળી છે. એમાં પતિએ પત્નીની હત્યા શા માટે કરી તે કારણ પણ દર્શાવવામાં આવ્યુ છે તેમજ અત્યારે આ ચિઠ્ઠીનાં આધારે પોલીસે આખા મામલે ગુનો નોંધીને હત્યારાની શોધખોળ ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle