સુરતમાં હત્યારી પત્નીએ પાંચ વર્ષના દીકરાની નજર સામે પતિને આપ્યું દર્દનાક મોત

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક હત્યા(Murder)ના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આઓ જ એક હત્યાનો બનાવ સચિન GIDC(Sachin GIDC) વિસ્તારમાંથી સામે આવ્યો છે. હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં પત્ની દ્વારા પતિની હત્યા કરવામાં આવી છે. પાંચ વર્ષના બાળક સામે જ માતાએ પિતાને ગળે ફાંસો આપી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પત્નીએ બીજા લગ્નની જીદમાં અને તેને લઈ થતાં ઘર કંકાસને કારણે કરુણ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

પોતાના 5 વર્ષના દીકરા સામે જ પત્નીએ પતિને ગળે ફાંસો આપી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘર કંકાસને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં તો સચિન GIDC પોલીસએ હત્યારી પત્નીની કરી અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અવારનવાર અનેક હત્યા, દુષ્કર્મ કે લુંટફાટના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે હવે પત્નીએ જ પોતાના પતિની હત્યા કરતા સમગ્ર પંથક સહીત સુરતમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *