સુરત(ગુજરાત): તાજેતરમાં જ પાંડેસરા અને સરથાણામાં કેમિકલ મિશ્રિત બાયોડીઝલનું વેચાણ કરવામાં વોન્ટેડ મનીષ મારવાડીને ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, મુંબઇ પોર્ટ અને કંડલાથી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લાવી તેમાં પાંડેસરાના ગોડાઉનમાં ભેળસેળ કરી બાયોડીઝલના નામે વેચવાનું રેકેટ ચલાવતો હતો. ઇકોનોમિક સેલ દ્વારા ગયા મહિને સરથાણા પાંડેસરા વિસ્તારના એક ગોડાઉનમાંથી જુદા-જુદા સાધનો સાથે 17000 લીટર બાયો ડીઝલનો જથ્થો પકડી પાડવામાં આવતા મનિષ મારવાડી પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જેને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
આ અંગે અજય તોમરે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી ભાગતા ફરતા મનીષ ઉર્ફે મારવાડી શંકરલાલ રાવ ઉધના દક્ષેશ્વર મંદિર પાસેથી બાતમીને આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. મનીષ પોતે કંડલા અને મુંબઇના જવાહરલાલ નહેર પોર્ટ ઉપરથી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લઇ આવતો અને તેમાં પાંડેસરામાં બનાવેલા ગોડાઉનમાં ભેળસેળ કરી વેચતો હોવાનું જ્હાણવા મળ્યું છે. આ ઉપરાંત, મનિષ મારવાડીને સરથાણા પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ સહિતના ગુન્હામાં સંડોવણી હોવાથી સરથાણા પોલીસમાં પણ ગુના દાખલ પણ થયા છે.
મનિષ મારવાડીની ગુનાની મોડસ ઓપરેન્ડીમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા 7 મહિનાથી બાયોડીઝલનો વેપાર ધંધો પાંડેસરા ખાતે કરતો હોવાનું અને પોતે આ બાયો ડીઝલનો જથ્થો ઇન્ડ્રસ્ટ્રીમાં વપરાતા ઓઇલ તરીકે જવાહરલાલ નહેરૂ પોર્ટ, સેવા, નવી મુંબઇ, મહારાષ્ટ્ર તથા કંડલા પોર્ટ પરથી ખરીદ લાવી પોતાના પાંડેસરા સ્થિત ગોડાઉનમાં ઓઇલમાં ભેળ-સેળ કરી તે ઓઇલને બાયો ડીઝલ બનાવતો હતો અને સુરત શહેરમાં તેના મળતીયા વેપારીઓને હોલસેલ તેમજ છુટકમાં વાહનોમાં ઉપયોગ કરવા સપ્લાય કરતો હતો.
આ ઉપરાંત, સરકારના ધારા-ધોરણ મુજબના કોઇપણ પ્રકારના પરવાનાઓ મેળવ્યા સિવાય અથવા સલામતીના સાધનો રાખ્યા વગર જ જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરી સપ્લાય કરી ગુનો આચરતો હતો. જાણવા મળ્યું છે કે, આ ગુનામાં પકડાઇ જતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.