Surat Crime News: પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાનું એકતરફી પ્રેમી ફેનિલે ગળું કાપી હત્યા કરી હતી તે ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે. ત્યારે ગ્રીષ્માની હત્યા થઈ તે જ રીતે મારી નાંખવાની ધમકી આપી જનૂની પ્રેમીએ સુરતની વધુ એક યુવતીને ( Surat Crime News) ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 22 વર્ષીય દીકરીને ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે જાનથી મારી નાંખવાની ધમકી આપી જબરજસ્તી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જબરજસ્તી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા દબાણ
કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની 22 વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઇ હતી. બંનેએ એકબીજાને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. તેઓ વ્હોટસએપ પર વાત કરતા હતા.
તેમજ જતીનના કહેવાથી યુવતી પોતાના ફોટા મોકલતી હતી. ત્યારબાદ યુવક યુવતીનો પીછો કરતો હતો. દરમિયાન વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી જબરજસ્તી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા યુવતી પર દબાણ કર્યું હતું. યુવતીએ ઈનકાર કરતા ફોટો વાઈરલ કરવાની અને ગ્રીષ્માની જેમ મારી નાંખવાની ધમકી આપી હતી.
યુવતીને બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા કહ્યું
જેમાં જતીનના કહેવાથી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા. ત્યારબાદ જતીન યુવતીનો પીછો કરી કનડગત કરતો હતો. ઉપરાંત યુવતીને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું. જેથી યુવતીએ ઈન્કાર કરતા જતીને ફોટો વાઇરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ એવી ધમકી આપી હતી.
યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં હતા
ડરી ગયેલી યુવતીએ જતીનના કહેવા મુજબ વકીલના ઓફિસમાં જઈ મેરેજના ફોર્મ પર સહી કરી ફોટા પડાવ્યા હતા. બાદમાં જતીને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવતીના કાકાને ખબર પડી હતી. મામલો ઘરે અને ત્યાર બાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App