સુરત(Surat): શહેરના કતારગામ(Katargam)માંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો કતારગામમાં રહેતી એક મહિલાના પતિ મુકેશ પરમારએ તેના મિત્ર રમેશ શિંગાળા પાસેથી 20 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. આ 20 હજાર રૂપિયા ચૂકવી ન શકવાને કારણે મહિલાને તેના પતિએ તેના મિત્રને હવાલે કરી દીધી હતી. સમગ્ર મામલાને લઈને મહિલાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાની ફરિયાદ અનુસાર, મહિલાના પતિ મુકેશ પરમારએ રમેશ શિંગાળા પાસેથી નામના મિત્ર પાસેથી 20હજાર રૂપિયા ઉધાર લીધા હતા. મહિલાના પતિએ 20 હજાર રૂપિયા ઉધાર લીધા ત્યારબાદ થોડા દિવસો બાદ આ રમેશ શિંગાળા નામના વ્યક્તિના મહિલાના ઘરમાં આટાફેરા શરૂ થઈ ગયા હતા અને ઉધાર આપેલા 20 હજાર રૂપિયાની ઉધરાણી પણ શરૂ કરી દીધી હતી.
રમેશ શિંગાળા(મુકેશ પરમારનો મિત્ર)
જો કે મહિલાના પતિ પાસે પૈસા ન હોવાને કારણે મુકેશ અઘટિત માંગણી કરવા લાગ્યો હતો. 20 હજાર રૂપિયા ઉધાર આપ્યા હોવાથી મુકેશે તેના મિત્રની પત્ની સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો અને આ સમય દરમિયાન મહિલાનો પતિ પણ ઘરમાં જ હતો.
મહત્વનું છે કે, મુકેશ અવારનવાર ઉધાર આપેલા રૂપિયાને પરત મેળવવા તેના મિત્રના ઘરે પહોંચી જતો અને જ્યારે તેનો મિત્ર પૈસાચૂકવવામાં અસમર્થ રહેતો ત્યારે તેના મિત્રની પત્ની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મુકેશે મિત્રની પત્ની પર અનેક વખત દુષ્કર્મ આચર્યું છે.
માત્ર એટલું જ નહીં, પરંતુ પતિએ હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર પાસેથી પણ ₹40,000 ઉછીના લીધા હતા. આ રકમની મેનેજર ઉઘરાણી કરવા માટે આવ્યો હતો. જેથી પતિએ મેનેજરને જણાવતા કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી પરંતુ આ મારી પત્ની છે તેને રાખો, જેથી મેનેજર કહ્યું કે, હું પૈસા લેવા આવ્યો છું તમારી ઘરવાળી લેવા નથી આવ્યો. તેવું કહી જતો રહ્યો હતો.
પતિ દારૂડિયો હતો અને પતિની આવી હરકતોથી કંટાળીને પત્નીએ 2020 માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ પરિણીતાના પિયરજનોએ છૂટાછેડા લેવાની ના પાડી અને પતિનો પક્ષ લીધો હતો. પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે એવું કંઈ પતિ તેને બદનામ કરતો હતો.
હાલમાં તો પરણીતા એ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસ દ્વારા પતિ અને પતિના મિત્ર રમેશ શિંગાળા સામે દુષ્કર્મ, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.