સુરતમાં રોજ ૭૦ ૮૦ લોકો મરે છે ની અફવા ફેલાવનારા પકડાયા- જાણો તેણે શું કહ્યું

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ઘણા ટીખળખોર દ્વારા ફૅક વાયરલ મેસેજનો કહેર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સરકારની સ્વાસ્થ્ય…

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ઘણા ટીખળખોર દ્વારા ફૅક વાયરલ મેસેજનો કહેર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સરકારની સ્વાસ્થ્ય વિભાગની 108ની સેવા હંમેશા લોકોના જીવ બચાવતી હોય છે. પરંતુ લોકોના જીવ બચાવતી આ જ 108 સેવા પર ગંભીર આરોપ લગાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

સુરતમાં બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. 8 મિનિટ અને 19 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. જેમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબૂ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે. આ કલીપ ની તપાસ કરતા ખોટી હોવાની બહાર આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો.

આ ક્લીપમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર કહે છે કે, હૉસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે. તે એવું પણ કહી રહ્યા છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે. હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું. તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે.

આ કલીપ છેલ્લા એક અઠવાડિયા થી વોટ્સએપ માં વાઈરલ થઇ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓડિયો કલિપ ફરતી કરનાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષ 2016 થી 2017 દરમિયાન 108ના ડ્રાઇવર તરીકે કામ કરતા રમેશ ભાયાણી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. આ ઉપરાંત ગેરવર્તણૂંકને લઈને તેને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા. હાલ તે એક હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. રમેશભાઈ ઉપરાંત ક્લિપ વાયરલ કરનાર રમેશ સવાણી નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ક્રાઇમ બ્રાંચે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ વ્યક્તિએ તેના સગા સાથે મજાક કરવા આ કલીપ બનાવી હોવાની વાત સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *