સુરતમાં અધૂરા માસે જન્મેલી બે દીકરીઓની 28 દિવસની મેરેથોન સારવાર બાદ ડોકટરોએ આપ્યું નવજીવન

સુરત (Surat) ની ડાયમંડ હોસ્પિટલ (Diamond Hospital) માં તબીબોએ અધૂરા માસે જન્મેલી બે દીકરીઓને સતત 28 દિવસ સુધી સારવાર આપી નવજીવન આપ્યું છે. આટલું જ નહીં આ બંને દીકરીઓ કોરોના ગ્રસ્ત પણ હતી. આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana) અંતર્ગત આ બંને દીકરીઓ ની ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી.

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવતા કહ્યું છે કે, સતત 28 દિવસની સારવાર બાદ બન્ને દીકરીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. તે બદલ આખી ટીમ ખૂબ જ ખુશ છે. બંને બાળકીઓ ઓછા વજન સાથે, અને ઓછા માસે જન્મ લીધો હતો, તેના કારણે તબીબોએ સારવાર શરૂ કરી દીધી હતી. આ બન્ને દીકરીઓના ફેફસા પણ ખૂબ જ નબળા હતા.

તારીખ 11 જાન્યુઆરીના રોજ, કોઈ અન્ય હોસ્પિટલમાં આ બંને બાળકીઓને જન્મ લીધો હતો, પરંતુ સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજના અંતર્ગત આ બંને દીકરીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. બંને બાળકીઓ માંથી એકનું 1200 અને બીજીનું 1400 ગ્રામ જેટલું વજન હતું. આ બંને બાળકીઓ ની સારવાર ડોક્ટર અલ્પેશ અને ડોક્ટર મિનેશ હેઠળ થઇ હતી.

સાથોસાથ ડોક્ટરે જણાવતા કહ્યું હતું કે, અધૂરા મહિને જ બંને બાળકીનો જન્મ થતાં ફેફસા ખૂબ જ નબળા પડી ગયા હતા. જ્યારે ડોક્ટરોએ વધુ તપાસ હાથ ધરી, ત્યારે જાણવા મળ્યું કે બંને બાળકીઓ કોરોના ગ્રસ્ત પણ હતી. તબીબોએ 28 દિવસની મેરેથોન સારવાર બાદ બંને બાળકીઓને નવજીવન આપ્યું હતું. હાલ બંને દીકરીઓ એકદમ સ્વસ્થ છે. જ્યારે આ બંને દીકરીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી ત્યારે ડોક્ટરો અને નર્સની આખોમાં આસું આવી ગયા હતા.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત આ બંને બાળકીઓને તદ્દન ફ્રી માં સારવાર આપવામાં આવી છે. જ્યારે બંને દીકરીઓએ હોસ્પિટલમાંથી રજા લીધી ત્યારે સગા સંબંધીઓમાં હર્ષની લાગણી છલકાઈ રહી હતી. પરિવારજનોએ ડૉક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *