Trishul News ના સૂચનને ધ્યાને લેતી સુરત પોલીસ- શાળામાં ભણતા વિદ્યાર્થીની તલાશીમાં સ્કૂલબેગમાંથી મળ્યો છરો અને તમંચો

ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) હત્યાકાંડ બાદ સુરત પોલીસે (Surat Police) સતર્કતા દાખવીને સમાજમાંથી અલગ-અલગ સૂચનો અને માર્ગદર્શન માંગ્યા હતા, જેમાં સામાજિક આગેવાનો અને મીડિયાકર્મીઓ પણ સામેલ હતા. આ મીટિંગ દરમિયાન ત્રિશુલ ન્યુઝ (Trishul News) ના ઓનર દ્વારા સુરત કમિશનર શ્રી ને સૂચન કરવામાં આવ્યું હતું કે, હાલમાં ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો જોઈને બાળકો સ્કૂલ અને કોલેજોમાં ઘાતક હથિયારો લાવતા થઈ ગયા છે અને ત્યાંથી જ તેઓ ગુંડા બનવાની પ્રેક્ટીસ કરી રહ્યા છે.

સુરત પોલીસ દ્વારા કોઈની શેહશરમ રાખ્યા વગર જો શાળા-કોલેજોમાં કોમ્બિંગ કરવામાં આવે અને આવા હિંસક માનસિકતાવાળા વિદ્યાર્થીઓને પકડવામાં આવશે, તો આ વિદ્યાર્થીઓથી ડરતા સહ અભ્યાસુ વિદ્યાર્થીઓમાંથી ડર દૂર થશે અને આવા હથિયારો રાખવાની જીગર પણ નહીં ચાલે. ત્યારે આ સૂચનને કમિશનર શ્રી દ્વારા પોતાની ડાયરીમાં નોંધવામાં પણ આવ્યો હતો. જે હવે સુરત પોલીસની કામગીરીમાં પણ દેખાઈ રહ્યું હોય તેવી એક ઘટના સામે આવી છે.

આ મામલે ખટોદરા પોલીસે જણાવતા કહ્યું હતું કે, પી.એસ.આઇ આર એસ પટેલ તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અને ચેતનભાઇને બાતમી મળી હતી કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હથિયારો સાથે રાખીને ફરી રહ્યા છે. બાતમી મળતા જ પીએસઆઇ આર એસ પટેલે તેમની ટીમ સાથે મળીને વોચ ગોઠવી હતી, અને આ કિશોર સહિત એક યુવકને પકડી પાડ્યો હતો. આ યુવક પાસે રહેલા સ્કુલ બેગ માં પુસ્તકો નહિ પરંતુ છરો અને તમંચો મળી આવ્યા હતા. આ આરોપીની ઉંમર સોળ વરસની અને ધોરણ 8માં અભ્યાસ કરે છે.

સાથોસાથ જાણવા મળ્યું છે કે, સગીર વયના આ યુવકોએ વોન્ટેડ આરોપી પાસેથી હથિયાર ખરીદ્યા હતા. રાજ કિરપાલશીંગ નામના મોસ્ટ વોન્ટેડ આરોપી પાસેથી હથિયાર લાવ્યો હતો. સાથોસાથ પોલીસે જણાવતા કહ્યું છે કે, તમામ વાલીઓએ પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ, કે તેઓ શું કરી રહ્યા છે? કોની સાથે હરી ફરી રહ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *