બે વર્ષથી લબડતા વિદ્યાર્થીએ બુમ મારી ‘જીતુભાઇ ટેબ્લેટ આપો’, વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાને બદલે શિક્ષણમંત્રી બહેરા બનીને ચાલતા થયા

સુરત(Surat): નમો ટેબ્લેટ યોજના(Namo Tablet Yojana) અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) અંતર્ગત અલગ અલગ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં પણ…

સુરત(Surat): નમો ટેબ્લેટ યોજના(Namo Tablet Yojana) અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) અંતર્ગત અલગ અલગ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં પણ બે વર્ષ સુધી નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા. જેને આમ આદમી પાર્ટી(AAP)ની પાંખ એટલે કે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ(CYSS) દ્વારા ભગવાન મહાવીર યુનિવર્સિટી(Bhagwan Mahavir University) ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતું વાઘાણી ગઈકાલે સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા.

આ દરમિયાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા શિક્ષણમંત્રીની સામે જ જાહેરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છાત્ર યુવા સંઘર્ષ સમિતિના દર્શિત કોરાટ, સાગર ગેડીયા અને દીપ રોય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જાહેરમાં જ શિક્ષણમંત્રીની સામે જ વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કારણે વિધાર્થીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જીતું વાઘાણીની હાજરીમાં જ જીતું ભાઈ વિધાર્થીઓને ટેબ્લેટ આપોના નારા લગાવવામાં આવ્યા હતા.

છેલ્લા 2 કે 2.5 વર્ષથી વિધાર્થીઓને ટેબ્લેટ નથી મળ્યા:
આ અંગે ત્રિશુલ ન્યુઝ દ્વારા છાત્ર યુવા સંઘર્ષ સમિતિના દર્શિત કોરાટ અને વિવેક પટોળીયા સાથે ટેલીફોનીક વાતચિત કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા 2 કે 2.5 વર્ષથી વિધાર્થીઓને નમો ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. કુલ 72000 જેટલા વિધાર્થીઓ પાસેથી 1000 રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે તેમ છતાં હજુ પણ સરકારની નમો ટેબ્લેટ યોજના અંતર્ગત વિધાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, કેટલાય વિધાર્થીઓ તો એવા છે જેમની કોલેજ પૂરી થઇ ગઈ છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી. સાથે સાથે વર્ષ 2020-21 અને વર્ષ 2021-22ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવાની 200 કરોડની જાહેરાત તમામ બજેટમાં કરવામાં આવી છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *