સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલ તો એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ ચોકીં ઉઠશો. નજીવી બાબતે અહીં બે યુવક ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર, સુરતના રુસ્તમ પાર્ક(Rustam Park) પાસે રહેતા 38 વર્ષીય શકીલ જમીલ સૈયદ લિંબાયત સરદારનગર પાસે પાન માવો ખાવા માટે ઊભા હતા.
લીંબાયત વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો, હુમલા ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ #limbayat #CCTV #attact #surat #gujarat #trishulnews pic.twitter.com/bvxG7DW7cB
— Trishul News (@TrishulNews) July 13, 2022
આ દરમિયાન કમરુનગર ખાતે રહેતો શોહેલ ઈદરીશ બોબત અને સમીર બિસ્મિલ્લાહ શા તેની પાસે આવ્યા હતા. ચલ… હમકો માવા ખીલા એમ કહ્યું હતું. જેથી શકીલે કહ્યું, ભાઈ, મૈં ક્યું તુમકો માવા ખિલાવું, મેરે પાસ પૈસે નહીં હૈ એમ કહ્યું હતું. જેથી શોહેલ અને સમીર બંને ગુસ્સે થયા હતા. તેની સાથે ગાળા ગાળી કરી હતી અને બંને યુવકોએ શકીલ પર ચપ્પુથી હુમલો કર્યો હતો.
પેટના ભાગે ઘસરકો મારી દીધો:
આવી નજીવી બાબતે બંને યુવકોએ ઉશ્કેરાઈ જઈ શકીલભાઈને ગાળા ગાળી કરી હતી, તેમજ ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન શકીલભાઈએ, ‘શોહેલે તેરે કો બહુત ચરબી ચઢ ગયી હૈ’ એમ કહ્યું હતું. ત્યાં તો શોહેલે તેની પાસે રહેલું ચપ્પુ કાઢી શકીલ ભાઈના પેટના ભાગે ઘસરકો મારી દીધો હતો, જેથી શકીલભાઈએ બૂમાબૂમ કરતાં ત્યાં લોકોનું ટોળું આવી પહોચ્યું હતું. લોકોનું ટોળું એકઠું થતા શોહેલ અને સમીર ભાગી છૂટ્યા હતા.આ દરમિયાન ભાગતાં ભાગતાં પણ શોહેલે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
ખુલ્લેઆમ હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર:
જાહેર રોડ પર ચપ્પુના ઘા ઝીંકયા હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ હુમલા બાબતે શકીલ ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં આરોપીઓ દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. હાલ આ અંગે લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.