સુરતમાં સેકંડોની કિંમતનો વિદેશી દારૂ નાશ કરાયો- દારૂબંધી હોવા છતાં આટલો દારૂ આવે છે ક્યાંથી?

રાજ્યમાં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવા છતાં પણ બુટલેગરો દારૂ ઘુસાડતા હતા. જે ઘણી વાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતો હોય છે. જે આખા વર્ષ દરમિયાન જુદા જુદા કેસોમાં જપ્ત કરાયેલા લાખોની કિંમતનો ભારતીય બનાવટનો તેમજ વિદેશી દારૂના જથ્થાનો આજ રોજ હજીરા મુકામે નાશ કરવામાં આવ્યો છે. હજીરા(Hazira) અને ઇચ્છાપોર(Ichchapore) પોલીસ મથકના પીઆઇ(PI) સહિત એસીપી(ACP) તેમજ મામલતદાર (Mamlatdar)ની ઉપસ્થિતિમાં લાખોની કિંમતના દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે.

એક અંદાજ મુજબ રૂપિયા દસ લાખથી વધુની કિંમતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકાર ભલે દારૂબંધીની વાત કરતી હોય, પરંતુ આ વાત માત્ર કાગળ પર સીમિત રહી ગઈ છે. વર્ષે દહાડે લાખો રૂપિયાની કિંમતનો દારૂ શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. સુરતની હજીરા અને ઈચ્છાપોર પોલીસ દ્વારા પણ છેલ્લા એક વર્ષ દરમિયાન લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરેક પાસેથી કબ્જે કરવામાં આવેલ લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજ રોજ મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રૂપિયા દસ લાખથી વધુની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જે કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામાલતદારની હાજરી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *