સુરતમાં દવા લેવા માટે નીકળેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રકે અડફેટે લેતા નીપજ્યું કરુણ મોત

સુરત(Surat): શહેરના ખટોદરા(Khatodara) વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર(Rokadia Hanuman Temple) પાસે ટ્રકે એક મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. અડધી રાત્રે હિટ એન્ડ રન કેસ(Hit and run case)માં અકસ્માત કરી ભાગી ગયેલા ટ્રક ચાલકને લોકોએ ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, મૃતક વૈશાલીબેન શાહ રેડીમેન્ટ ગરમેન્ટના વેપારી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ તેમના પતિએ જણાવતા કહ્યું છે કે, વૈશાલી દવા લેવા નીકળી અને કાળ ભરખી ગયો.

રાહદારીએ કરી જાણ:
મૃતક વૈશાલી બેનના પતિ કેતન શાહએ જણાવતા કહ્યું હતું કે, પત્નીના ફોન પરથી રાહદારીએ અજાણ્યાનો અવાજ સાંભળી અચંબિત થઇ ગયા હતા અને ત્યારબાદ અકસ્માત થયો હોવાની વાત સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જયારે હું દોડીને ગયો તો સિવિલમાં મારી પત્નીનો મૃતદેહ જ જોવા મળ્યો હતો. કેતન શાહએ વધુમાં જણાવતા કહ્યું છે કે, પત્ની સાથે છેલ્લા બે ક્ષણ વાત પણ ન કરી શક્યો. દવા લેવા જઇ રહેલી પત્નીને કાળ ભરખી જશે તેની મને ખબર હોત તો હું મારી પત્નીને દવા લેવા માટે જવા જ ન દેત.

ટ્રક ચાલક સામે કડક પગલાં લેવામાં આવે-પતિ
પતિ કેતન શાહએ વધુમાં જણાવ્યું હતું કે, અમે બન્ને ઘોડદોડ રોડ પર રહેલી અભિનંદન માર્કેટમાં કપડાની એટલે કે, રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન ચલાવીએ છીએ. મારી પત્ની વૈશાલી દુકાન પરથી જ દવા લઈ ઘરે પહોંચીશ એમ કહી નીકળી હતી. પત્નીની ઉમર 45 વર્ષની હતી. તેણે મને ખૂબ સાથ આપ્યો ને જ્યારે જીવવાનો સમય આવ્યો તો મને એકલી મૂકીને જતી રહી. પતિનું વધુમાં કહેવું છે કે, બસ ટ્રક ચાલક સામે કડક પગલાં ભરાઈ એવી મારી માંગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *