સુરતમાં લોનના નામે લોકો પાસેથી હજારો રૂપિયા લઈને ઠગાઈ કરતા શખ્સની ધરપકડ- આ રીતે કરતો હતો છેતરપીંડી

સુરત(Surat): આપણને સૌને ખબર છે કે અવારનાવર લોનના નામે છેતરપીંડી(Loan fraud) આચરવામાં આવે છે અને તેને લગતા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવો…

સુરત(Surat): આપણને સૌને ખબર છે કે અવારનાવર લોનના નામે છેતરપીંડી(Loan fraud) આચરવામાં આવે છે અને તેને લગતા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતના બજાજ ફાઇનાન્સ કંપની(Bajaj Finance Company)માંથી પર્સનલ લોન(Personal loan) અપાવવાના બહાને ગ્રાહકોને કંપનીના ફીક્સ ડિપોઝીટ ઇન્ટરેસ્ટ રેટ વાળો બોગસ લેટર બતાવી ડિપોઝીટી પેટે ગ્રાહકો પાસેથી ગુગલ પે, ચેક અને રોકડેથી રકમ મેળવી લાખો રૂપિયાની ઠગાઇ કરનાર સેલ્સ એક્ઝીક્યુટીવની અડાજણ પોલીસે(Adajan police) ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સુરતના અડાજણ(Adajan) એલ.પી. સવાણી રોડ સ્થિત યુનિવર્સલ બિઝનેશ સેન્ટરમાં આવેલી બજાજ ફાઇનાન્સ કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ અજય દેવજી ધાંધલએ ગ્રાહકોને પર્સનલ લોનની પ્રોસેસ કરતી વેળાએ ફીક્સ ડિપોઝીટ ઇન્ટરેસ્ટ રેટનો બોગસ લેટર બતાવી લોન લેનાર ગ્રાહકને ફીક્સ ડિપોઝીટ પેટે ચૌક્કસ રકમ ભરપાઇ કરવાનું કહી 24થી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.

અજયે સિધ્ધાર્થ યશવંત ઠેસીયાને રૂપિયા 3 લાખની પર્સનલ લોનની લાલચ આપી રૂપિયા 25 હજાર ગુગલ પે થી પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જયારે અન્ય ગ્રાહકોને રૂપિયા 3 લાખ અને રૂપિયા 4.50 લાખની પર્સનલ લોન અપાવવા બહાને તેમની પાસેથી પણ ફીક્સ ડિપોઝીટ પેટે લાખો રૂપિયા પડાવતો હતો.

જેને પગલે ફાઇનાન્સ કંપની દ્વારા અજયને નોકરીમાંથી હાંકી કાઢવાની સાથે ત્રણ મહિના અગાઉ નોંધાવેલી ફરીયાદ અંતર્ગત અડાજણ પોલીસે તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સુરતથી ભાગીને વતન અમરેલીના બાબરા ખાતે ગયો હતો અને ત્યાં વાડીમાં જ રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *