Tulja Bhavani Mandir: આજે શિવરાત્રીના મહાપર્વને લઇ શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવના ભક્તો ભીડ જામી છે. તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા શિવ મંદિરોમાં ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું છે. શિવરાત્રીને લઈ શહેરના અનેક શિવ મંદિરોનો આકર્ષક લાઈટો સાથે વિશેષ શણગાર કરાયો છે. ઠેર-ઠેર ભંડારાથી લઈ ભજન, હવન અને રુદ્રાભિષેક સુધીના કાર્યક્રમો કરાયા છે.ત્યારે ભેસ્તાન વિસ્તારમાં તુળજાભવાની મંદિર(Tulja Bhavani Mandir) ખાતે શિવલિંગ પર નાગદાદાના દર્શન થયા હતા.
શિવલિંગ પર સાક્ષાત નાગદાદાના દર્શન થયા
આજે શિવરાત્રીના પર્વ પર સુરતમાં સવારથી જ મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ સમગ્ર સુરતમાં દેવોના દેવ મહાદેવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન અને પૂજા કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી છે. ત્યારે આજે સુરતના ભેસ્તાન વિસ્તારમાં તુળજા ભવાની મંદિરમાં મંદિરમાં શિવલિંગ પર નાગ દાદા જોવા મળ્યા હતા.જેની જાણ અન્ય લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં ભક્તો નાગદાદાના દર્શને માટે ઉમટી પડ્યા હતા.આ સિવાય આ અંગે મંદિરના ટ્રસ્ટીઓ ને જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નાગ દાદાને દૂધ પીવડાવી સેવા કરવામાં આવી હતી.તેમજ અહીંયા સ્વંય નાગ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.તેમજ મંદિરમાં આજે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરોના આકર્ષક શણગાર જોઈ સમગ્ર શહેર ભક્તિમય બની રહ્યું છે.
સાક્ષાત નાગદાદાની જાણ થતા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગઈકાલે સાંજના સમયે મંદિરમાં શિવલિંગ પર નાગદાદા જોવા મળ્યા હતા.જેની જાણ આસપાસના લોકોને થતા,ભક્તોનું અહીંયા ઘોડાપુર જોવા મળ્યું હતું.દૂર દૂરથી ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા.બાદમાં મંદિરના પ્રશાશન દ્વારા નાગદાદાને સુરક્ષિત જગ્યા પર મુકવામાં આવ્યા હતા.તો બીજી તરફ ઠેર-ઠેર મંદિરોમાં ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગૂંજી રહ્યા હોવાથી સમગ્ર શહેર જાણે ભક્તિમય માહોલમાં ડૂબી ગયુ હોય એવું લાગી રહ્યું છે. જુદા-જુદા શિવાલયો દ્વારા ખાસ વિવિધ આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજે મહાશિવરાત્રીના પર્વને લઈ સુરતમાં ઠેકઠેકાણે મહાપ્રસાદીથી લઇ ભજન ડાયરાઓ,પૂજા-અર્ચના, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.
ભક્તોની ભીડને પહોંચી વળવા શિવાલયમાં વિશેષ વ્યવસ્થા
શહેરના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવનાર શિવ મંદિરોમાં ભક્તોનું સવારથી સાંજ સુધી ભારે ઘોડાપૂર જોવા મળી રહેશે. સુરતના અટલ આશ્રમ પરદેશ્વર મહાદેવ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર, રુંઢનાથ મહાદેવ મંદિર, ઈચ્છાનાથ મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, કંતરેસ્વર મહાદેવ જેવા ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરો શહેરમાં છે. આ મંદિરોમાં ભક્તોની સવારથી લઈ સાંજ સુધી ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ભક્તોની ભીડને પહોંચી વળવા શિવાલયનાં સંચાલન કરતા લોકો દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શહેરના શિવાલયોનો આકર્ષક શણગાર
સુરતમાં મહાશિવરાત્રીના પર્વને લઇ શિવાલયોનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. શહેરના જુદા-જુદા શિવ મંદિરોને આકર્ષક લાઈટ સાથે વિષય શણગાર કરાયો છે. એટલું જ નહીં અનેક મંદિરોમાં ઘીના કમળથી લઈ અન્ય ફૂલો દ્વારા શિવનો વિશેષ શણગાર પણ કરાયો છે. મંદિરોના આકર્ષક શણગાર જોઈ સમગ્ર શહેર ભક્તિમય બની રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App