વિસનગર ખાતે આવેલી સીએન કોલેજના મહિલા ટ્રસ્ટી દવ્યાનીબહેનના દત્તકપુત્ર અને પટ્ટાવાળા મયુર મજબુદારે એક વિદ્યાર્થિનીની છેડતી કરતાં ભારે હોબાળો થવા પામ્યો હતો. રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે બનાવની ગંભીરતા સમજીને વિદ્યાર્થીનીની છેડતી કરનાર આરોપી સામે ફરિયાદ નોંધી છે.
તસ્વીરો સાંકેતિક છે.
વિસનગર સ્ટેશન રોડ પર શ્રીમતી સીસી મહિલા એન્ડ સીએન કોમર્સ કોલેજના પટાવાળાના વર્તનથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ શનિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. વિગતો પ્રમાણે એક વિદ્યાર્થિની અભ્યાસ માટે સવારે કોલેજ ખાતે આવી હતી.
જ્યારે અન્ય વિદ્યાર્થીઓ કોલેજ આવેલ ન હોઈ વિદ્યાર્થિની કોલેજના નીચેના ભાગે આવેલ રૂમમાં બેઠી હતી. જ્યાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં મયુર મજબુદાર ત્યાં આવી ચઢ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે તને ઠંડી લાગે છે. જેથી છાત્રાએ હા બહું ઠંડી છે તેમ કહેતાં જ પટાવાળો તેની નજીક આવી તારી ઠંડી ઉતારી દઉ કહી અડપલા કર્યા હતા. જેથી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં પટાવાળો ભાગી ગયો હતો.
છાત્રાએ આ મામલે તેના પતિને જાણ કરતાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થી સહિત લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસ સ્ટેશને આ મામલો પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટાફે મામલો થાળો પાડે છાત્રાની ફરિયાદ લઈને પટ્ટાવાળા સામે ગુનો નોંધ્યો હતો. અને ફરાર પટાવાળાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અગાઉ પણ મયૂરે છોકરીઓની છેડતી કરી હતી. પણ ટ્રસ્ટીનો પુત્ર હોવાથી છાત્રાઓ તેની વિરુદ્ધ જતા ડરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.