કોરોના સંકટમાં શક્તિ ફાઉન્ડેશન ૫૦૦ જરૂરિયાતમંદ પરિવારોની વ્હારે આવ્યું

છેલ્લા નવ વર્ષથી સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મહિલા ઉત્થાનના કાર્યો કરતાં શક્તિ ફાઉન્ડેશન દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આઠ ગામોમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિધવા બહેનો, જરૂરિયાતમંદ પરિવારો, હોમ કોરન્ટાઇન પરિવારો અને બફર ઝોનના ૫૦૦ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શક્તિ ફાઉન્ડેશનના ડૉ.સોનલ રોચાણી, રાજશ્રી નાયક, તેજસ્વી કોશીયા, દર્શના જાની, રાજશ્રી નાયક અને કૃષાંક નાયકના હસ્તે લોક પરબ, ભટવાડાના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉંનો લોટ અને બે કિલો ચણા દાળની રાશન કીટની સહાય અર્પણ કરવામાં આવી હતી. નીંદવાડા, અજવાર, આમલદી, ભટવાડા, જુનાઈ, ખેરવાડા, સામરકુવા અને સીંગલવાણ ગામોના જરૂરિયાતમંદ પરિવારોને સહાય આપવામાં આવી હતી.

કોરોનાની વિકટ પરિસ્થિતિ દરમિયાન માંડવી, દેવગઢ, ઉચ્છલ, નિઝર, ધરમપુર, કપરાડા અને સુરત શહેરના વિસ્તારોમાં આજ સુધી ૫૦૦૦ રાશન કીટનું વિતરણ કર્યું છે. કીટ વિતરણ વ્યવસ્થામાં વેછીયાભાઈ વસાવા, મનસુખભાઈ ચૌધરી, અશોકભાઈ વસાવા, ગંભીરભાઈ વસાવા, રાહુલભાઈ ચૌધરી અને કલ્પેશભાઈ ચૌધરીનો સહયોગ મળ્યો હતો. લાભાર્થી પરિવારોએ શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *