કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત અર્થતંત્ર અને બેરોજગારીને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા હતા. ફરી એકવાર, તેમણે મોદી સરકાર પર નબળા અર્થતંત્ર માટે સરકારની ટીકા કરી છે.
આર્થિક મંદીને લયને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર કહ્યું,’ઓલા-ઉબેર થ્યોરી અને ફિલ્મ હિટ થ્યોરીના ખરાબ ફ્લોપ પછી હવે સરકારના નાણામંત્રીએ મંદી અંગે કબૂલાત કરી છે.ગઈકાલે પહેલી વાર તેને લાગ્યું કે, મંદી છે. આવો ત્યારે જયારથી જાગ્યા ત્યારથી સવાર.’
ઓદ્યોગિક ઉત્પાદનમાં 3.3% નો ઘટાડો:
પ્રિયંકાએ કરેલું આ ટ્વિટ સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ અને માઇનીંગ ક્ષેત્રે મંદીને કારણે દેશના ઓદ્યોગિક ઉત્પાદનમાં 3.4 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા આઠ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે. ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચક આંક માં 1.1 ટકાનો ઘટાડો થયો છે.
ઉદ્યોગિક ઉત્પાદન સૂચક આંક ઑક્ટોબર 2011 માં આનાથી પણ નીચેના સ્તર સુધી ઘટયો હતો. તે સમયે ઔદ્યોગિક ઉત્પાદન સૂચક આંકમાં પાંચ ટકા ઘટાડો થયો હતો. ઔદ્યોગિક ઉત્પાદન દર ગતવર્ષના સપ્ટેમ્બર મહિના ની સામે ઘણો ઓછો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઉદ્યોગિક ઉત્પાદનમાં 4.6 ટકા નો વધારો થયો હતો.
આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર આધાર વર્ષ 2011-12 સપ્ટેમ્બરમાં આઈઆઈપી 123.3 હતું, જે ગયા વર્ષના સમાન મહિનાની તુલનાએ 4.3 ટકા ઓછું છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કુલ ઓદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિનો દર પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 1.3 ટકા નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 3.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે માઇનીંગના કામમાં 8.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ જ રીતે વીજ ઉત્પાદનમાં 2.6 ટકા ઘટાડો નોંધાયો હતો.
આ દરમિયાન, મળેલી માહિતી અનુસાર,ઓગસ્ટ 2019 માટેના આઈઆઈપી અંદાજમાં પહેલીવાર સુધારો કરવામાં આવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રના 23 ઓદ્યોગિક ક્લસ્ટરોમાંથી, 17 ઉદ્યોગો ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ગયા અઠવાડિયે પણ તેને નિશાન બનાવ્યું હતું.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગયા અઠવાડિયે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ બેરોજગારીના મુદ્દે ટિ્વટ કરીને લખ્યું છે કે,માત્ર વિદેશોમાં બોલવાથી કંઈ જ થતું નથી.કોંગ્રેસના નેતાએ ઈન્ફોસિસમાં થઈ રહેલા મતદાનના આધારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘બધું સારું છે એમ કહીને વિદેશ જવું, બધુ ઠીક નહીં થાય. રોજગારી વધી રહી હોવાના સમાચાર, નવી રોજગાર ક્યાંયથી આવી રહી નથી. નામાંકિત કંપનીઓએ લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. સારું સારું બોલવાવાળા હવે એકદમ ચૂપ શા માટે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યુસ્ટનમાં એક બેઠકને સંબોધન કર્યું હતું, જ્યારે પીએમ મોદીએ ત્યાં કહ્યું હતું કે,ભારતમાં બધું સારું થઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.