મામલતદાર કચેરી નજીક અંગ્રેજી દારૂની બોટલો મળતા લોકતંત્રમાં ઉથલપાથલ

નાના હતા ત્યારે ભણવામાં આવતું કે “રક્ષક જ ભક્ષક બને તો ?”. લોકો આ વાક્યને સારી રીતે જાણતા હશે. હાલમાં ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી કરવામાં આવી…

નાના હતા ત્યારે ભણવામાં આવતું કે “રક્ષક જ ભક્ષક બને તો ?”. લોકો આ વાક્યને સારી રીતે જાણતા હશે. હાલમાં ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી કરવામાં આવી છે, તેમ છતાં લોકો છુપી રીતે દારૂ લાવીને વ્યાપાર કરતા કેસ સામે આવે છે. પણ અહિયાં સામન્ય નાગરિકની વાત છે, પરંતુ અહિયાં એક એવી ઘટના સામે આવી છે કે મામલતદાર કચેરી નજીક દારૂની બોટલો મળી આવ્યાની ઘટના સામે આવી છે.

આ ઘટના રાણપુરની છે. રાણપુર મામલતદાર કચેરી પાસે અંગ્રેજી દારૂની બોટલો મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. મામલતદાર કચેરી પાસે દારૂની બોટલો મળી આવી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડયા હતા. દારૂની ખાલી બોટલો જોઇને લોકો અનેક ચર્ચા કરતા નજરે પડયા હતા.

રાણપુર મામલતદાર કચેરી પાસે તા. ૧૨ નવેમ્બરના રોજ સવારે વિદેશી દારૂની બોટલો આવતા ચકચાર મચી ગયો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મસમોટી વાતો વચ્ચે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર શહેરની મામલતદાર કચેરી પાસે દારૂની બોટલો પડી હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા દારૂની બોટલો જોવા ઉમટી પડયા હતા.

અંગ્રેજી દારૂની ખાલી બોટલો જોઇ જાહેર જનતા અનેક ચર્ચાઓ કરતા નજરે પડયા હતા. 

દારૂ ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે ? મામલતદાર કચેરીમાં દારૂ પીને ખાલી બોટલો ફેંકી દેવામાં આવી હશે કે શું ? સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. આ અંગે રાણપુર પી.આઇ.એમ.એમ. દિવાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મને પણ વાત સાંભળવા મળી હતી. તપાસ કરવા પોલીસ કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા. પરંતુ દારૂની ખાલી ચાર પાંચ બોટલો હોવાનું જાણવા મળ્યું હતું. આ એક ગંભીર બાબત હોવાથી આજુબાજુના રહીશો સાથે પણ વાત કરી દારૂની બોટલો કોણે ફેંકી હશે તેની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *