7 people died of heart attack in Gujarat: ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સામાં વધરો થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન આ સિલસિલો ચાલુ થયો અને હજુ પણ યથાવત ચાલી રહ્યો છે.તે દરમિયાન અમદાવાદમાં પણ હાર્ટએટેકથી વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.અમદાવાદ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના 36 વર્ષીય મંત્રી વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી નિધન થયું છે.
તેઓ ચાંદખેડામાં રહેતા હતા. જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં હાર્ટ એટેકના(7 people died of heart attack in Gujarat) કારણે સાતથી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ આ વર્ષે નવરાત્રી દરમિયાન ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 10%થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 18% થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા
રાજકોટ શહેરમાં પોપટરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અચાનક હાર્ટએટેક આવતા સવાઈસિંહ હાલાજી નામના જવાનનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા ઘરે અચાનક બેભાન થતા પડી ગયા હતા જેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે રાજ્યમાં 7થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય બધ જવાથી મોત થયાં હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના મોતની ઘટનાઓને લઈને ડોકટરોમાં પણ ચિંતાઓ વધી છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને મહેસાણામાં હાર્ટ એટેકના કારણે થયેલા મોતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 20થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 24 વર્ષના રણજીત યાદવ, 40 વર્ષીય આશિષ અકબરી અને 43 વર્ષના દિપક વેકરિયાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સુરતમાં મુકેશ ગામીત નામનો યુવક ગઈકાલે રાત્ર ગરબા રમી રહ્યો હતો આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યો હતો.
જેતપુરમાં ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મકવાણા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી 36 વર્ષીય વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. મહેસાણાના વિજાપુરના ખરોડ ગામે હાર્ટ એટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube