વતન પહોચ્યા પાંચ વર્ષથી પાકિસ્તાનમાં જેલવાસ ભોગવી રહેલા 184 ગુજરાતી માછીમારો – આપવીતી જણાવતાં કહ્યું…

184 Gujarat fishermen released by Pakistan: દરિયામાં માછીમારી કરતી વખતે પાકિસ્તાન કોસ્ટગાર્ડ (Pakistan Coast Guard) દ્વારા પકડવામાં આવેલા ગુજરાતના 184 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત (184 Gujarat fishermen released by Pakistan) કરવામાં આવ્યા છે. તમામ માછીમારો આજે વહેલી સવારે 5 વાગ્યે અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેન (Amritsar-Kochuveli Express Train)માં વતન ગુજરાત પાછા ફર્યાં છે. વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવ પટેલ (Raghavji Patel) દ્વારા માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન માછીમારોના ચહેરા પર તેમની વતન વાપસીની ખુશી જોવા મળી રહી હતી. જો કે, માછીમારો દ્વારા પાકિસ્તાનની જેલમાં પડેલી યાતનાઓ વિશે પણ વાત કરવામાં આવી હતી. પાકિસ્તાનથી પાછા ફરેલા માછીમારોમાં કોઇ માછીમાર 3 વર્ષથી તો કોઇ માછીમાર 5 વર્ષથી કરાચી જેલમાં બંધ હતા.

મહત્વનું છે કે, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઇને આવેલા કોડિનારના રહેવાસી કાંતિ મકવાણાએ જણાવતા કહ્યું હતું કે, અમે દરિયામાં ભારતીય બોર્ડર વિસ્તારમાં હતા, પરંતુ પાણીના વહેણને કારણે અમે પાકિસ્તાન બાજુ જતા રહ્યા હતા. આ સમય દરમિયાન પાકિસ્તાની આર્મી આવી જવાને કારણે તે અમને પકડી ગયા હતા અને કરાચી જેલમાં મોકલી દેવામાં અવાય હતા. મને સાડા ત્રણ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો.

વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, અમને 11 મેના રોજ કરાચી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને આજે અમે વડોદરા પહોંચ્યા છીએ અને અમે દિલથી ખૂબ ખુશ છીએ. પાકિસ્તાનની જેલમાં ખૂબ જ યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો અને અમને ત્યાં સમયસર જમવાનું નહોતુ મળતું. ખૂબ મુશ્કેલી અને યાતનાઓનો સામનો કરીને વચ્ચે મેં સાડા ત્રણ વર્ષ કાઢ્યા છે, પરંતુ આજે પરિવારને મળવા માટે અમે ખુબ જ અધીરા બન્યા છીએ.

મહત્વનું છે કે, પાકિસ્તાનની જેલમાંથી છુટા થઇને આવેલા કોડિનારના રહેવાસી લખાભાઇએ જણાવતા કહ્યું હતું કે, અમે સમુદ્રમાં માછીમારી કરવા માટે ગયા હતા, મહત્વનું છે કે, સમુદ્રમાં બોર્ડરની કોઇ દિવાલ હોતી નથી. પાણીના કરંટ અને ઝડપી હવાના કારણે બોર્ડર ક્રોસ કરી અને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા.

આ સમય દરમિયાન પાકિસ્તાની કોસ્ટગાર્ડે અમને પકડી લીધા હતા અને કરાચીની લાંડી જેલમાં નાખ્યા હતા અને જ્યાં અમને 4 વર્ષ રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જેવી જેલમાં જીવવુ ખૂબ જ મુશ્કેલ છે. ઘરવાળાની ચિંતા અને બાળકોના વિયોગ વચ્ચે 4 વર્ષ ખૂબ કપરા રહ્યા હતા. ડિસિપ્લિન ન રાખીએ પાકિસ્તાની પોલીસ દ્વારા અમને માર પણ મારવામાં આવતો હતો અને ઘણીવાર રૂમમાંથી બહાર પણ નીકળવા દેતા નહોતા.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા માછીમારોમાં ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2નો સમાવેશ થાય છે. ગુજરાતના 184 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 152 માછીમારો, દેવભૂમિ દ્વારકાના 22 માછીમારો, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક માછીમારો, પોરબંદરના 5 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છુટકારો મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *