નાણામંત્રીથી લઈને શિક્ષણમંત્રી સુધી… છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના કયા મંત્રીઓ થયા માલામાલ? કેટલી સંપત્તિ વધી

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા(Election 2022)ની ચૂંટણીના બ્યૂગલ વાગી ગયા છે. અહીં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. રાજ્યની તમામ 182 બેઠકો પર ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ચૂંટણીને લઈને ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરી દીધું છે. અમે તમને જણાવી દઈએ કે, જે ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ આપેલા સોગંદનામામાં આધારે ઘણી મહત્વની જાણકારી મળી રહી છે. જે એફિડેવિટમાં ઘણા ઉમેદવારો દ્વારા પોતાની સંપત્તિ કરોડોમાં જાહેર કરવામાં આવી છે. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ(Kanu Desai), પુરવઠા મંત્રી જીતુ ચૌધરી(Jitu Chaudhary), પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા(Kiritsinh Rana), શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) અને રાજ્યમંત્રી વિનુ મોરડિયા(Vinod Moradiya)ની સંપતીમાં જાણો કેટલો થયો વધારો.

કરોડપતિ ઉમેદવાર….જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ?

નાણામંત્રી કનુભાઈ દેસાઈની સંપત્તિ:
જો વાત કરવામાં આવે તો 2017ની ચૂંટણી દરમિયાન ભાજપના નેતા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની પોતાની સંપત્તિ 4.36 કરોડ જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં કનુભાઈએ પોતાની કુલ સંપત્તિ 8.50 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં 90% જેટલો વધારો થયો છે.

પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની સંપત્તિ:
જો વાત કરવામાં આવે તો 2017ની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી દ્વારા પોતાની સંપત્તિ 1.12 કરોડ જાહેર કરવામાં આવી હતી. હવે તેમની કુલ સંપત્તિ 1.78 કરોડ છે. તેની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની સંપત્તિ:
અમે તમને જણાવી દઈએ કે, 2017ની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા તેમની સંપત્તિ 1.09 કરોડ જાહેર કરવામાં આવી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 1.39 કરોડ જાહેર કરી છે અને તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની સંપત્તિ:
જો વાત કરવામાં આવે તો 2017ની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા તેમની સંપત્તિ 4.39 કરોડ જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 7.39 કરોડ રૂપિયા જાહેર કરી છે અને પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં મોટો વધારો નોંધાય ચુક્યો છે.

રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયાની સંપત્તિ:
અમે તમને જણાવી દઈએ કે, 2017ની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અને રાજ્યના શહેરી બાબતોના રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયા દ્વારા તેમની સંપત્તિ 3.23 કરોડ જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 4.32 કરોડ જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *