‘પપ્પા, બપોરે ઘરે આવીશ’ આટલા શબ્દો બોલીને ડ્યૂટી પર જતા પોલીસકર્મીને નડ્યો અકસ્માત, લોહીલુહાણ પુત્રને પિતા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ…

હાલમાં એક અકસ્માતનો એવો કેસ સામે અકવ્યો છે જેમાં ‘પપ્પા, બપોરે જમવા આવીશ’ કહી પોલીસકર્મી પુત્ર ઘરેથી બાઈક લઇને નીકળ્યો અને થોડી જ ક્ષણોમાં તેનો…

હાલમાં એક અકસ્માતનો એવો કેસ સામે અકવ્યો છે જેમાં ‘પપ્પા, બપોરે જમવા આવીશ’ કહી પોલીસકર્મી પુત્ર ઘરેથી બાઈક લઇને નીકળ્યો અને થોડી જ ક્ષણોમાં તેનો અકસ્માત થયાના સમાચાર પિતાને મળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પિતા ઘટનાસ્થળે પહોચ્યા જ્યાં પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો.

તેઓ પોતાના વહાલસોયા દીકરાને બચાવવા હોસ્પિટલ લઇ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા ડ્યૂટી પર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડું આવ્યું. કૂતરાનો જીવ બચાવવા જતાં બાઈક ડિવાઇડર સાથે અથડાઈ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની નોંધ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૂતરાને બચાવવા જતાં અકસ્માત
પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ ચાવડા સવારે બાઈક લઇને ઘરેથી નીકળ્યા હતા.આ દરમિયાન કડીથી મેંડા આદરાજ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે એક કૂતરું આડું આવ્યું હતું. પોલીસકર્મીએ કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન બાઈક પરથી કાબૂ ગુમાવતાં એ ડિવાઇડર સાથે અથડાયું હતું. ડિવાઈડર સાથે અથડાતાં પોલીસકર્મીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

ટ્રાફિકની કામગીરી પૂરી કરીને ઘરે આવું છું એમ કહી ઘરેથી નીકળ્યા હતા
મળતી માહિતી મુજબ મૃતક પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા પોલીસ ખાતામાં 2011થી ફરજ બજાવી રહ્યા હતા. કોરોનાકાળમાં પણ તેમણે ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. આજે પણ તેઓ ઘરેથી ફરજ નિભાવવા માટે નીકળ્યા હતા. જોકે રસ્તામાં તેમને કાળ ભેટી ગયો હતો. જાણવા મળ્યું છે કે, અકસ્માત થયો તેની થોડી મિનિટો પહેલાં જ કલ્પેશભાઈ ચાવડાએ ઘરેથી નીકળતાં પહેલાં પિતાને કહ્યું હતું કે ટ્રાફિકની કામગીરી પૂરી કરીને બપોરે જમવા માટે ઘરે આવીશ.

મહોલ્લામાંથી કોઈકે કહ્યું, દીકરાનો અકસ્માત થયો છે
પોલીસકર્મી કલ્પેશભાઈ ચાવડા યુનિફોર્મ પહેરીને ઘરેથી બાઈક પર નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ઘરેથી નીકળ્યા તેને થોડી જ મિનિટો વીતી હશે ત્યાં મહોલ્લામાં રહેતા મુળજીભાઈ ચાવડા દોડતાં દોડતાં પોલીસકર્મીના ઘરે પહોંચ્યા અને કલ્પેશભાઈના પિતાને કહ્યું કે, તમારા દીકરાનો અકસ્માત થયો છે.

દીકરાના અકસ્માતના સમાચાર સાંભળતાં જ પિતા જીવણભાઈ ચાવડા સહિતનાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા તો દીકરો લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યારબાદ પિતાએ સમય વેડફ્યા વગર જ 108ને કોલ કર્યો ત્યાં જ મહોલ્લામાંથી કોઇ કાર લઇને આવ્યું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસકર્મી કલ્પેશભાઈને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *