વહાલસોયા દીકરાને ડૂબતા જોઈ માતા બચાવવા દોડી, પરંતુ બંને બાળકો સહિત માતાનું પણ થયું કમકમાટી ભર્યું મોત

આ ઘટના વલસાડ જિલ્લાના વાપી માંથી સામે આવી છે. વાપીમાં પાણીની ખાડીમાં ડૂબી જતાં માતા, પુત્ર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં. ત્રણેયના મૃતદેહ મળી આવતાં…

આ ઘટના વલસાડ જિલ્લાના વાપી માંથી સામે આવી છે. વાપીમાં પાણીની ખાડીમાં ડૂબી જતાં માતા, પુત્ર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં. ત્રણેયના મૃતદેહ મળી આવતાં તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ જાણકારી મુજબ, ભાણેજના પુત્ર અને પોતાના લાડકવાયા દીકરાને ડૂબતાં જોઇ માતા પણ દોડી હતી અને તેના પુત્રને બચાવવા ખાડામાં કૂદી હતી. જોકે કમનસીબે ત્રણેયનાં કરુણ મોત નીપજતાં હતા. આ ઘટના સર્જાતા સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.

વરસાદી પાણીનો ભરાવો થયો હતો
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે રેલવે કોરિડોરની કામગીરીમાં તૌક્તે વાવઝોડાને લઈને પડેલા વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શુક્રવારે એમાં 2 બાળકો નાહવા ગયાં હતાં અને આ બંને બાળકોને ડૂબતાં જોઈને બાળકીની માતા તેને બચાવવા માટે પડી હતી. કમનસીબે તે પણ ડૂબી હતું અને ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં. ત્રણ મૃતકોમાં મૃતક મહિલા અને તેનું એક બાળક ઉપરાંત અન્ય બાળક તેની ભાણેજનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

2 બાળકો પાણીમાં નાહવા પાડયાં હતાં
તૌક્તે વાવાઝોડાને કારણે પડેલા વરસાદના પાણી રેલવે કોરિડોરની કામગીરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ગયા શુક્રવારે 2 બાળકો પાણીમાં નાહવા પડયા હતાં. પરંતુ બાળકોને તરતા આવડતું ન હતું. બંને ડૂબતાં બાળક ને જોઈને નજીક ઊભેલી માતાએ બાળકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. બાળકો અને મહિલાને ડૂબતા જોઈને દૂર ઊભેલા ત્યાના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યાના લોકો અને મજૂરોએ રેલવે પોલીસને બનાવની જાણ કરી હતી. રેલવે પોલીસે તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી હતી. અને તરવૈયાઓની મદદથી બચાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાંથી 2 બાળકો અને મહિલાના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. રેલવે પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *