ગુજરાતમાં હાલમાં નીતિન પટેલ દ્વારા બજેટ રજુ કરવામાં આવી રહ્યું છે. તે દરમ્યાન પેટ્રોલ-ડીઝલનો જીએસટીના માળખા હેઠળ સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા કોઇ રજૂઆત જ કરાઇ નથી તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું છે. 15 જાન્યુઆરી 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો જીએસટીનાં માળખામાં સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે કેમ? તેવો સવાલ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે એટલે કે આજે પૂછાયો હતો.
વાર્ષિક આવકના લક્ષ્યાંકમાં પેટ્રોલ-ડીઝલની આવકનો સમાવેશ નહી
ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ-4 ટકા સેસ વસૂલવામાં આવે છે. જીએસટીની વાર્ષિક આવકના લક્ષ્યાંકમાં પેટ્રોલ-ડીઝલ મારફત થતી આવકનો સમાવેશ કરાતો નથી. જેના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ આવી કોઇ જ રજૂઆત નહીં કરાઇ હોવાનું સ્વીકાર્યું હતું.
વિધાનસભાના બીજા દિવસે નીતિન પટેલે જણાવ્યું કે, 1 એપ્રિલ 2019થી 15 જાન્યુઆરી 2020 સુધી પેટ્રોલમાં વેટ-સીએસટી-સેસથી રૂપિયા 3380.61 કરોડ, જ્યારે ડીઝલમાં રૂપિયા 7524.64 કરોડની આવક થયેલી છે. આમ, વર્તમાન નાણાકીય વર્ષમાં 15 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના વેરાથી સરકારને 10905 કરોડી આવક થયેલી છે.
પેટ્રોલ-ડીઝલમાં સરકારની આવક
વર્ષ | પેટ્રોલ આવક | ડીઝલ આવક |
2017-18 | રૂ.3991.20 કરોડ | રૂ. 8883.63 કરોડ |
2018-19 | રૂ. 4266.67 કરોડ | રૂ. 9734.63 કરોડ |
એપ્રિલ-19થી 15 જાન્યુ.20 | રૂ. 3380.61 કરોડ | રૂ.7524.64 કરોડ |
જ્યારે તમામ ચીજવસ્તુઓની હોમ ડિલિવરી થતી હોય તો ડીઝલની હોમ ડિલિવરી કેમ નહીં ? આ એક અનોખા કન્સેપ્ટ સાથે ભરૂચ જિલ્લામાં સર્વત્ર સર્વાધિક પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરતી પટેલ ટ્રાવેલ્સ દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી છે જે ગુજરાતમાં સૌપ્રથમ વાર છે.
તમને જણાવી દઈએ કે, ભારત પેટ્રોલિયમ સાથે સંલગ્ન પટેલ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને પટેલ પેટ્રોલિયમ દ્વારા હવે ડીઝલની ઘરે બેઠા ડિલિવરી કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા માટે વિશેષ ટેન્કર રૂપિયા ૪ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેને ભરૂચ જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા અને ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા સર્ટિફ્કિેટ પણ એનાયત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ડીઝલની હોમ ડિલિવરીનો પ્રોજેક્ટ શરૂ થયો છે. ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વરમાં તમામ ઇન્ડસ્ટ્રીઝને નિરંતર બળતણની જરૂર પડતી હોય છે જેમાં ગેસ, ડીઝલ સહિતના પેટ્રોલિયમની સતત આવશ્યક્તા રહેતી હોય છે. ઉત્પાદન પર અસરના પડે એ માટે આ હોમ ડિલિવરી પ્રોજેક્ટ એક આશીર્વાદરૂપ છે એમ એક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.