Heavy Rain in Gujarat: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, આજથી રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે, અને આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ(Heavy Rain in Gujarat) પડવાની શક્યતાઓ છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં વરસાદ પડશે.
અહીંયા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આજથી રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, જેના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ અને સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની પડવાની આગાહી છે. ખાસ વાત છે કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચનાઓ અપાઇ છે, આ સમયે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.
અમરેલીમાં પડ્યો ધોધમાર વરસાદ
ખાંભા તાલુકાના ગીર કાંઠાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા તાલુકાના ગીદરડી, ધાવડિયા, લાસા, પીપળવા અને તાતણીયા વિસ્તારમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યા છે. તાતણીયા સ્થાનિક નદીને કાંઠે આવેલું ખોડીયાર માતાજીનું મંદિર પાણીમાં ગરક થયું છે. ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. સ્થાનિક નદીમાં પૂર આવતા નદીના પાણી મંદિરમાં ફરી વળ્યા છે અને મંદિરની પાણીમાં જળ સમાધિ થઈ છે.
આગામી સમયમાં ભારે વરસાદની આગાહી
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 20%થી વધુ નોંધાયો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 20%થી વધુ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉતર ગુજરાત ઝોનમાં 21.52, દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 અને કચ્છ ઝોનમાં 39.10% વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App