Headphones Side Effects: આજે રોડ પર, રેલવે સ્ટેશન, સ્કૂલ, કોલેજ એવી તમામ જગ્યા પર તમને એવા યુવાનો જોવા મળશે, જેના કાનમાં બ્લુટુથ અથવા ઈયરફોન (Headphones Side Effects) નાખેલા હોય. આવા સાધનો પહેલા વૃદ્ધોના કાનમાં જોવા મળતા હતા. જેનાથી તેમની સાંભળવાની તકલીફ દૂર થતી હતી. પરંતુ આજે આ ફેશન બની ચૂકી છે. જેમની પણ પાસે સ્માર્ટફોન છે તે ગીત સાંભળતા અથવા તો ફોન પર વાત કરવા માટે હેડફોન અથવા ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે તે લોકો માટે કેટલું નુકશાનદાયક છે.
WHOના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આપણે હેડફોનનો ઉપયોગ તો કરી રહ્યા છીએ પરંતુ તેની આડઅસર વિશે આપણે ક્યારેય નહીં વિચાર્યું હોય. હેડફોન, ઈયર ફોન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનદાયક છે. તેની અસર લાંબા સમયગાળે જોવા મળે છે. ફેશન કહો કે શોખ, જે કંઈ પણ હોય પરંતુ ઇયરફોનના ઉપયોગ કરનારી આખી પેઢી બેહરી થઈ જશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે 2050 સુધી દુનિયાના લગભગ 100 કરોડ લોકો બહેરા થઈ જશે અને તેની ઉંમર 12 થી 35 વર્ષ વચ્ચે હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 4માંથી દરેક 1 વ્યક્તિ હેડફોનને લીધે બહેરો થઈ જશે.
હેડફોનને કારણે 25% લોકો દહેરાશની ઝપેટમાં
સંગઠનની ગાઈડલાઈન અનુસાર હાલના સમયમાં 12 થી 35 વર્ષ સુધીના લગભગ 50 કરોડ લોકો અલગ અલગ કારણોથી બહેરાશ અનુભવી રહ્યા છે. તેમાંથી 25% ઈયરફોનના વધારે પડતા અવાજ સાંભળવા વાળા લોકો છે. લગભગ 50% લોકો લાંબા સમય સુધી આસપાસ વાગતા લાઉડ મ્યુઝિક, ક્લબ, અને ડીજે જેવી જગ્યાના વધારે પડતા ધ્વનિ પ્રદૂષણને લીધે બહેરા થઈ જશે.
હેડફોનમાં કેટલો અવાજ સુરક્ષિત છે?
કોઈપણ પર્સનલ ડિવાઇસમાં અવાજનું લેવલ 75 ડેસીબલ થી 136 ડેસીબલ સુધી રહે છે, જોકે અલગ અલગ દેશમાં તેનું લેવલ બદલાતું રહે છે. એવરેજ 75 db થી 105 db વચ્ચે વોલ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે એપલ વોચ 90 થી વધારે db અવાજ થવા પર અલર્ટ આપે છે. કાન માટે સૌથી સુરક્ષિત વોલ્યુમ 20 થી 30 db છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App