Boyfriend Viral Video: સંબંધમાં વફાદાર પાર્ટનર મળવો ખૂબ મુશ્કેલ છે અને વફાદાર પાર્ટનર બધાને મળતા પણ નથી. ઘણીવાર લોકોના પાર્ટનર ચિટ કરતાં હોય છે. ઘણીવાર લોકો પોતાના સાથી સાથે રહેવા છતાં પણ અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખતા હોય છે. જ્યારે તેમની પોલ (Boyfriend Viral Video) ખુલ્લે છે અને પાર્ટનરને તેમની હકીકત ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને તેમાં કોઈ એકનું દિલ તૂટી જાય છે.
આવુ જ થવા જઈ રહ્યું હતું એક કપલ સાથે પરંતુ દગો આપતા છોકરનું નસીબ સારું હતું કે તેની ગર્લફ્રેન્ડ તેને રંગેહાથ પકડી લે છે. અહીં છોકરાનું નસીબ સારું કહેવાય કે છોકરીનું મગજ જે પકડાઈ જવાથી બચાવી લીધા. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,
બોયફ્રેન્ડને રંગરેલિયા મનાવતો ઝડપી પાડ્યો
વિડીયોમાં તમે જોઈ શકો છો કે બંધ રૂમમાં એક છોકરો કોઈ બીજી છોકરી સાથે રોમાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેની ગર્લફ્રેન્ડ રૂમના દરવાજાને બારીથી હાથ નાખીને ખોલવાનો પ્રયત્ન કરી શકે છે. જોકે છોકરાનું નસીબ સારું હતું કે તેને ગર્લફ્રેન્ડ આવવાની ખબર પડી ગઈ અને તે પોતાની ગર્લફ્રેન્ડના હાથને બારીથી અંદર નાખતા જોઈ ગયો. ત્યારબાદ ગભરાઈ ગયો.
છોકરાએ લગાવ્યો દિમાગ
ત્યારે તે અન્ય છોકરીના મગજમાં એક વિચાર આવે છે અને તે છોકરાને પોતાની રિંગ આપી દે છે. જેથી તે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું નાટક કરી શકે. સાથે જ તે પોતાના ફોનનો કેમેરા ચાલુ કરીને બેઠી હોય છે. ત્યારે છોકરો પણ તેના ઇશારા સમજી જાય છે અને ગર્લફ્રેન્ડને રૂમની અંદર આવતા જ ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરે છે. આ જોઈ ગર્લફ્રેન્ડ ખુશ થઈ જાય છે. આ રીતે છોકરો રંગે હાથ પકડાવાથી બચી જાય છે.
લોકોએ કરી કમેન્ટ
આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ @safalbanoge થી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને લાઇક કર્યો છે. વિડીયો જોયા બાદ ઘણા લોકોનું કહેવું છે કે આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે. જેને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. ત્યારે ઘણા લોકો આ વિડીયોને સાચો મનાતા કોમેન્ટો કરી રહ્યા છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે છોકરો તો રમી ગયો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App