ધડ કપાય અને માથું લડે એવા વાછડાં દાદા કચ્છનાં ખારા રણમાં આપે છે સાક્ષાત દર્શન – વાંચીને વીર વચ્છરાજ દાદા લખો

આજે અમે તમને વીર વચ્છરાજ દાદાનો અનેરો ઈતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે વીર વચ્છરાજ દાદાએ અઢાર લૂંટારાઓને મારી નાખ્યા ત્યારે લૂંટારુઓ ભાગ્યા પરંતુ તેમાંથી એકે વછરાજ દાદાને પીઠમાં તલવાર વડે ઘા માર્યો અને વચ્છરાજ દાદાનું માથું ધડથી અલગ થઇ ગયું અને આ ઈતિહાસની પ્રથમ અદ્ભુત ઘટના બની. માથું પડી ગયું હોવા છતાં ધડ લડે તે ઘટના ઈતિહાસમાં પ્રથમવાર સાબિત થયેલી ઘટના છે. વાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે.

કહેવામાં આવે છે કે, રણમાં પાણી મળવું મુશ્કેલ છે પરંતુ જો કુદરત તેની તરફેણ કરે તો તે ગરમકુંડના પાણીનું સર્જન કરી શકે શકે. એ વાત સાચી છે કે, રણમાં મીઠા પાણીના ઝરણાં વહે છે. રણની વચ્ચે આપોઆપ વહેતું તાજા પાણીનું ઝરણું કાલ્પનિક નથી પણ વાસ્તવિક છે.

કચ્છના નાના રણમાં, રણની મધ્યમાં, ‘વચ્છરાજ બેટ’ નામનું બેટ છે. અમે તમને આ ધોધ સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા વિશે પણ જણાવીશું. આ ખરેખર સામાન્ય બાબત નથી. આ નાના ટાપુ પર જમીનમાંથી ખારું પાણી પોતાની મેળે વહેવા લાગે છે. લગભગ એક હોર્સ પાવરની મોટર જેટલું પાણી રણમાં વર્ષોથી કોઈપણ ખોદકામ કે બોર વગર અવિરત વહી રહ્યું છે.

આજે પણ જ્યારે તમે આ રણમાં થોડું ખોદકામ કરો છો ત્યારે અહી ખરું પાણી નીકળે છે. વર્ષોથી આ સમયે વહેતું ખારું પાણી લોકો માટે એક રહસ્ય છે. આ છે વચ્છરાજ સોલંકીના સુરપુરાનું સ્થાનક જ્યાં જમીનમાંથી ખારું પાણી વહે છે. ગાયોને લૂંટારાઓથી બચાવવા જતા ગૌરક્ષક વચ્છરાજ સોલંકી શહીદ થઈ ગયા હતા. રણમાં તડફડતી ગાયોને બચાવવા માટે કુદરતે આ ધોધને વરદાન આપ્યું છે. આજે વછરાજ મંદિરમાં એક હજારથી વધુ ગૌમાતા છે.

જે આ પાણી પર નિર્ભર છે. આ ઝરણાના ધાર્મિક મહત્વને કારણે પાણીનો પ્રસાદ લે છે. જ્યારે ત્યાં રહેતા લોકો આ પાણીનો સામાન્ય ઉપયોગ કરે છે. ધોધના યોગ્ય ઉપયોગ માટે ધોધના કિનારે બાંધકામની કામગીરી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામથી 30 કિમી દૂર રણમાં આવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *