સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં પ્રથમવાર મેડલ – ગુજરાત હેન્ડબોલ ટીમનુ ઐતિહાસીક પ્રદર્શન

હાલ એક ગર્વના સમાચાર મળી આવ્યા છે. જેમાં હેન્ડબોલ ફેડરખશન ઓફ ઇન્ડીયા (Handball Federation of India)ના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત(Handball Association Gujarat) દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ(Ahmedabad) ખાતે તા.૨૪ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન આયોજીત ૫૧મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં સર્વીસીસની ટીમે દિલ્હી (Delhi)ને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો. જ્યારે, દિલ્હીને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો.

ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવ્યું હતું. આ સાથે જ હરીયાણાને પણ બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, સ્પર્ધામા ૩૩ ટીમોના ખેલાડીઓ તથા ૧૦૫ કોચ, મેનેજર, સહિતના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ઉપરાંત સ્પર્ધાના સમાપન સમારોહમા હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ ચૌટાલા, ખજાનચી ડૉ. એસ.એસ. ગીલ, સાઇના રીટાયર્ડ ચીફ કોચ સી. પી. સીઘ એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મહામંત્રી ભરતજી ઠાકોર, હેન્ડબોલના સિનિયર ખેલાડી જયેશ પટેલ, હેન્ડબોલ એસોસીએશન ગુજરાતના પ્રમુખ ચંદ્રેશ વાઘેલા, મહામંત્રી રવિન્દ્રસિહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન વિજેતા ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેઓને મેડલ તથા ટ્રોફીથી સન્માનિત કરવામા આવ્યા હતા. સ્પર્ધાના આયોજનમા દક્ષેશ કહાર ,અનિરુદ્ધ દેસાઈ અને એમની ટીમ દ્વારા અને ગુજરાત પોલીસ હેન્ડબોલ ટીમના ખેલાડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *