તાજમહેલમાં બે યુવકોએ કબર પર ચડાવ્યું ગંગાજળ; વિડીયો વાયરલ થતાં CISFએ કરી ધરપકડ

Taj Mahal Viral Video: તાજમહેલની અંદર જલાભિષેક કરવાનો મામલો સામે આવ્યો છે. શનિવારે હિન્દુ મહાસભાના અધિકારીઓ અને કાર્યકરોએ તાજમહેલની અંદર જલાભિષેક કર્યો હતો. બોટલોમાં ગંગા જળ લઈને આવેલા યુવાનોએ હર હર મહાદેવના(Taj Mahal Viral Video) નારા લગાવ્યા હતા. બાદમાં યુવકે આ ઘટનાનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. તેમજ તાજમહેલની સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફના જવાનો યુવાનોના ઈરાદાને સમજી શક્યા નથી.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
ઘટના બાદ તરત જ બે યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે ગંગા જળ ચડાવ્યું હતું કે કેમ તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જો કે તેની સત્યતાની પુષ્ટિ થઈ શકી નથી.

કબર પાસે ગંગા જળ ચઢાવવામાં આવ્યું હતું
અહેવાલોનું માનીએ તો હિન્દુ મહાસભા મથુરા જિલ્લા પ્રમુખ વિનેશ ચૌધરી અને શ્યામ નામનો યુવક તાજમહેલ પહોંચ્યા હતા. યુવક કથિત રીતે એક લીટરની બોટલમાં ગંગા જળ લઈને અંદર ગયો અને તેને કબર પાસે ચઢાવ્યો. વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે આ મામલે મળેલી ફરિયાદના આધારે જ કેસ નોંધવામાં આવશે. તાજમહેલની અંદર સુરક્ષાની જવાબદારી CISFની છે. હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. CISFએ બંને યુવકોને કસ્ટડીમાં લીધા છે. CISFએ બંનેને તાજગંજ પોલીસ સ્ટેશન મોકલી દીધા છે. યુવકે કહ્યું કે આ તાજમહેલ શિવ મંદિર છે. ડીસીપી આગ્રા સિટી સૂરજ રાયે જણાવ્યું કે બે યુવકો તેનો વીડિયો બનાવીને લઈ ગયા હતા. ગંગાનું જળ અર્પણ કરવાની હજુ પુષ્ટિ થઈ નથી. કેસની તપાસ ચાલી રહી છે.