આ ઉનાળે પાણી ના સંઘર્યું તો મર્યા સમજો…બનાસકાંઠાના આ ગામોમાં પાણી ન મળતા લોકો અકળાયા, જુઓ દયનીય હાલત

Banaskantha News: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનાં મોટી મોરી-મરાડ ગામમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ નળની પાઇપલાઇન પહોંચી ગઈ છે, પણ ગામવાસીઓની ફરિયાદ છે કે આ નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.ઉનાળામાં ગામમાં પાણી માટે ટૅન્કરો મંગાવવા પડે છે. ઘણીવાર ગામની મહિલાઓને(Banaskantha News) પાણી ભરવા બે-ત્રણ કિલોમીટર દૂર સુધી જવું પડે છે. ઉનાળો નજીક છે તેથી ગામવાસીઓ ચિંતામાં છે.

ગ્રામજનોની હાલત કફોડી
હજુ તો ઉનાળા ની શરૂઆત પણ થઈ નથી. ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારો ના ગામડાઓમાં પાણીની સમસ્યા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ત્યારે બનાસકાંઠાના કરતલાક ગામમાં પણ લોકો પાણી ની સમસ્યા થી ત્રસ્ત છે. ગામમાં બનાવેલો બોર પાણી ના તળ ઊંડા જતાં ફેલ થઈ ગયો છે જેના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. અત્યાર સુધી ગામજનો આજુબાજુનાં ખેતરોમાંથી પાણી લાવતા હતા અને તેના માટે સરપંચ સહિત ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી હતી. તાલુકા પંચાયતમાં પણ નવીન બોર માટેની માગણી કરી હતી પરંતુ દરખાસ્ત નામંજૂર થતાં ગ્રામજનોની હાલત કફોડી બની છે.

પીવાના પાણી માટે ગામ લોકોને ભટકવું પડે છે
પાણીની તંગીના કારણે ગામની મહિલાઓને માથા પર બેડા લઈને દૂરદૂર સુધી પાણી ભરવા જવું પડે છે. વહીવટી તંત્રને અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર ચોથાનેસડા ગામ જ નહીં વાવ તાલુકાના અનેક એવા ગામો છે કે જ્યાં પીવાના પાણી માટે ગામલોકોને ભટકવું પડી રહ્યું છે.

ઉનાળામાં પાણીની તંગી સર્જાય
બનાસકાંઠા જિલ્લાના ગામોની એ સમસ્યા જેને કારણે ત્યાં કોઈ પરણવા માગતું નથી પાણીની આવી જ તકલીફ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા ગામની પણ છે. અહીં પણ પાઇપલાઇન નાખવામાં આવી છે, નળ લાગી ગયા છે પણ ગામવાસીઓની ફરિયાદ છે કે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે.પાણીની આવી જ તકલીફ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા ગામની પણ છે. અહીં પણ પાઇપલાઇન નાખવામાં આવી છે, નળ લાગી ગયા છે પણ ગામવાસીઓની ફરિયાદ છે કે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે.