આ દેશમાં કચરો કચરો નહી પરંતુ આવકનું સાધન છે..

ભારતમાં સ્વચ્છતા અને સ્વચ્છતા પછીના કચરાના યોગ્ય નિકાલની વિકટ સમસ્યા છે. મુંબઇ હોય કે દિલ્હી, કાનપુર હોય અમદાવાદ વિશાળ ડંપિગ સાઇટ્સ સતત વિસ્તરતી જાય છે. કચરાના વધતા જતા ડુંગરો મચ્છર માખી અને રોગોનું ઘર બની રહયા છે. સતત સળગતા કચરાથી આજુબાજુના વિસ્તારના લોકો ત્રાહિમામ જોવા મળે છે. આથી કચરાનો નિકાલ અને રિસાઇકલિંગની તાતી જરુરીયાત જણાય છે.

આજના પેકેજિંગ જમાનામાં બધુ જ પડિકે મળે છે આથી ડોર ટુ ડોર કચરાનું કલેકશન શરુ થયું છે પરંતુ તેનો મોટે ભાગે એક સ્થળે ઢગલો કરવામાં આવે છે. આ ઢગલો સતત વધતો રહે છે અને ચોતરફ દુર્ગંધ ફેલાવતો રહે છે કારણ કે આ કચરનો યોગ્ય નિકાલ અને રીસાઇલિંગ કેવી રીતે કરી શકાય છે તેનો દુનિયામાં દાખલો નાનકડા સ્વીડન દેશે બેસાડયો છે.

સ્વીડન પોતાના ઘર આંગણે પેદા થતા ૯૯ ટકા કચરાનો નિકાલ કરે છે. એટલે કે માત્ર ૧ ટકો કચરો જ પડયો રહે છે. સ્વીડન પોતાના ઘર આંગણે ઇલેકટીકસિટીની ૫૦ જરુરીયાત કચરામાંથી મેળવે છે. સ્વીડનના કચરા રિસાઇલિંગના ૩૨ યૂનિટોને પોતાના દેશનો ગાર્બેજ ઓછો પડતો હોવાથી નોર્વે, જર્મની,ડેન્માર્ક અને ફ્રાંસ દેશો પાસેથી કચરાની આયાત કરે છે. ૨૦૧૬માં તેણે કુલ ૧૫ દેશોમાંથી ગાર્બેજ મંગાવવો પડયો હતો. રીસાઇકિંગ પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ આવી પડી હતી. આજે પણ તરત જ કચરો મળી રહે તે માટે બ્રિટન જેવા દેશના સંપર્કમાં રહે છે.  વિશ્વ ઘર આંગણે કચરાના ઢગલાથી પરેશાન છે ત્યારે સ્વીડન વિશ્વનો એક માત્ર દેશ કે જેને કચરો ખરીદવો પડે છે. વર્ષે 1.3 મીલીયન ટન કચરો આયાત કરે છે.  સ્કેનેડિયન દેશે વેસ્ટ ટુ એનર્જી પ્રોગ્રામ હેઠળ છેલ્લા ૧૬ વર્ષ સુધી મહેનત કરીને સફળતા મેળવી છે.

૧૯૯૧માં સ્વીડને જૈવિક ઇંઘણના વપરાશ પર ભારે ટેકસ લગાવ્યો હતો. ત્યાર પછી લોકો ધીમે ધીમે પ્રાકૃતિક ઉર્જા અને રીસાઇકલિંગ તરફ વળ્યા હતા.માત્ર ૧ ટકો કચરો જમીન પર પડયો રહે છે એવું નથી તેનો પણ પર્યાવરણને નુકસાન ના થાય એ રીતે નિકાલ કરવામાં આવે છે. કચરાના રીસાઇકલિંગનું કામ ખાનગી કંપનીઓ નફાના ધોરણે કરે છે આથી એક ઇન્ડસ્ટ્રીઝ ડેલવપ થઇ છે. તેનાથી પેદા થતી ઉર્જા નેશનલ હિટિંગ નેટવ્રર્કનો ખૂબ મોટો હિસ્સો બને છે. જયારે કાતિલ ઠંડી પડે ત્યારે આ ઉર્જા દેશવાસીઓ માટે મોટો સોર્સ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *