આ ગામમાં છે અજીબ રિવાજો: દરેક પુરૂષોએ ફરજીયાત કરવા પડે છે બે લગ્ન, જાણો વિચિત્ર પરંપરા વિશે

Marriage Viral News: દરેક વ્યક્તિનાં જીવનમાં લગ્ન એ સૌથી મહત્વનો પ્રસંગ છે. એક પુરુષ ને પોતાના જીવનની સફર ખેડવા માટે એક જીવન સાથી મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જેમાં પુરુષ કે એક નહીં પરંતુ બે મહિલાઓ સાથે લગ્ન(Marriage Viral News) કરવાની પરંપરાઓ છે. આપણે હિન્દૂ ધર્મમાં એક પત્નિ હોવા છતાં બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવા એ પાપ છે, ત્યારે ભારતમાં એક એવું ગામ આવેલું છે, જેમાં પુરુષો ને ફરજિયાત પણે બે બે લગ્ન કરવા પડે છે.

જ્યારે ભારતમાં માત્ર એક જ લગ્ન કાયદેસર છે, આ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાની સાવકી દીકરીઓને સહન કરી શકતી નથી. સ્ત્રીને પત્નીના એક્સ્ટ્રા અફેર કે રિલેશનશિપની જાણ થતાં જ તે ચંડીનું રૂપ ધારણ કરી લે છે. પરંતુ આ ગામમાં આવું કંઈ થતું નથી. આ ગામમાં માત્ર પહેલી પત્ની જ તેની સોતનનું સ્વાગત કરે છે. આ પછી, તે જીવનભર તેની સાથે બહેનની જેમ રહે છે. આખરે શા માટે?

વાસ્તવિકતા કે કાલ્પનિક?
રામદેવ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે. તેની પાછળ એક વિચિત્ર કારણ છે. કહેવાય છે કે આ ગામમાં જે પણ પુરુષ લગ્ન કરે છે તેની પત્ની ક્યારેય ગર્ભવતી નથી થતી. જો તેને ભૂલથી પણ બાળક થઈ જાય તો તે દીકરીને જ જન્મ આપશે. આવી સ્થિતિમાં પુરુષે પોતાનો વંશ ચાલુ રાખવા માટે બીજા લગ્ન કરવા પડે છે. લોકો કહે છે કે બીજા લગ્ન કરવાથી દરેકને પુત્રનો જન્મ થાય છે.

બંને પત્ની બહેનોની જેમ રહે છે
આ ગામમાં જ્યારે પણ કોઈ પુરુષ બીજા લગ્ન કરે છે ત્યારે તેની પહેલી પત્ની લગ્નની તમામ તૈયારીઓ કરે છે. હાથ વડે તે પોતાની વહુને ઘરની અંદર લાવે છે. આટલું જ નહીં લગ્નની રાતની તૈયારીઓ પણ પહેલી પત્ની કરે છે. આ પછી બંને જીવનભર બહેનોની જેમ રહે છે. જો કે હવે આ ગામના યુવાનોએ આ રિવાજનો વિરોધ શરૂ કર્યો છે. ઘણા કહે છે કે પુરુષોએ પોતાના ફાયદા માટે આ રિવાજ શરૂ કર્યો હતો, જેને ગરીબ મહિલાઓએ પોતાના ભાગ્ય તરીકે સ્વીકારી લીધો હતો.

બીજી પત્નીને પુત્રની માતા તરીકે જોવામાં આવે
ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપદાદા વખતની એટલે કે અનેક પેઢીઓથી ચાલતી આવે છે, જેથી અમે આ પરંપરા નું પાલન કરીએ છીએ.મહત્વની વાત એ છે કે, માત્ર 70 પરિવારની વસ્તી ધરાવરનાર આ ગામમાં દરેક પુરુષ બે પત્નીઓ ની સાથે રહે છે. આ પાછળ પુરુષોનું માનવું છે કે પ્રથમ પત્ની ગર્ભધારણ કરવામાં નિષ્ફળ રહે અથવા તો ફરી પુત્રીને જ જન્મ આપે તો કારણ થી તેઓને બીજા લગ્ન કરવા પડે છે. વડીલોનું માનવું હતું કે બીજી પત્ની જ પુત્રને જન્મ આપી શકે છે. અહીં બીજી પત્નીને પુત્રની માતા તરીકે જોવામાં આવે છે.

પોતાની જૂની પરંપરાઓનું પાલન કરે છે
બાડમેર અને જેસલમેરના કેટલાક વિસ્તારોમાં બે પત્નીની આ પરંપરા હજુ પણ ચાલે છે, જો કે હવે બે પત્નીના રીવાજ ખૂબ જ ઓછા ગામમાં જ જોવા મળે છે. રામદેયો જેવા થોડા જ ગામના લોકો આ પરંપરાનું હાલ પાલન કરે છે.આમ પણ જૂની પરંપરાઓને જાળવી રાખવી એ ખૂબ જ મોટી વાત છે. આજના સમયમાં કાયદાકીય રીતે તો આ શક્ય નથી પરંતુ ગામના લોકો પોતાની જૂની પરંપરાઓનું પાલન કરે છે.