ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત બેને ભરખી ગયો: રામપુરા ગામે બાઈક પથ્થર સાથે ભટકાતા બે યુવકના મોત

Umarpada Accident: સુરતમાં ઉમરપાડા તાલુકાના નવી વસાત વિસ્તારમાં આવેલ ખોટા રામપુરા ગામે બાઈક સ્લીપ થતા બે યુવકોનુ મોત નિપજ્યું જ્યારે એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં(Umarpada Accident) સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

બાઈક સ્લીપ થતા બે યુવકના ઘટનાસ્થળ પર મોત
દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરા ગામના 19 વર્ષીય આકાશ ધીરુ ઉર્ફે ધારાસીંગ વસાવા, 18 વર્ષીય સંતોષ માનસિંગભાઈ વસાવા અને 20 વર્ષીય વિજ્ઞેશ રોહિતભાઈ વસાવા તેમના મિત્રની KTM ડ્યુક બાઇક લઈને ચિમીપાતલ ગામ તરફના રસ્તા પર જઈ રહ્યા હતા. આકાશ બાઈક ચલાવી રહ્યો હતો, ત્યારે પથ્થર સાથે બાઈક ટકરાતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ આકાશ અને સંતોષનું મોત થયું હતું.

પરિવારમાં ભારે આક્રંદ
બાદમાં વિજ્ઞેશ વસાવાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મૃતક સંતોષ વસાવા ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના બે યુવકોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ફરવા ગયાને મોત મળ્યું
આ ત્રણેય યુવક સાજે ફરવા ગયા હતા. બંને પરિવારના માથે મોટું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જુવાન જોધ દીકરા મોતથી પરિવારમાં રુદનના ભારે દ્રશ્યો સર્જાયા હતા. ખોટા રામપુરા ગામમાં શોકનો માહોલ આપી ગયો હતો.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App