અરે બાપરે…બેવફા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને જાહેરમાં ટીપી નાખ્યો, જુઓ વિડીયો

Uttar Pradesh Video: ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના જ પતિને (Uttar Pradesh Video) માર માર્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે આ ઘટના રસ્તાની વચ્ચે બની હતી અને ત્યાં હાજર લોકો આ કૃત્યનો વિરોધ કરવાને બદલે મૂક પ્રેક્ષક બનીને રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ મામલો ઓરાઈ કોતવાલી વિસ્તારના ચુરખી રોડનો છે. રિપોર્ટ અનુસાર, શનિવારે સાંજે એક વ્યક્તિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે ફરતી જોઈ. જ્યારે તેણે તેના પ્રેમીને પકડી લીધો અને તેને મારવાનું શરૂ કર્યું, ત્યારે પત્નીએ તેના પ્રેમીનો બચાવ કરતા પતિ પર જ હુમલો કર્યો. થોડી જ વારમાં મહિલા અને તેના પ્રેમીએ તેના પતિને ખુલ્લેઆમ લાતો અને મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકો દર્શક બનીને રહ્યા અને કોઈએ આ ઘટનાને રોકવાનો પ્રયાસ કર્યો નહીં.

આ ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ, જાલૌન પોલીસ એ બાબતની નોંધ લેતા, ADG ઝોન કાનપુરે જાલૌન પોલીસને તાત્કાલિક તપાસ કરવા અને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલા મહિલા, તેનો પ્રેમી અને અન્ય લોકો ત્યાંથી ભાગી ગયા હતા. હાલ પોલીસ વાયરલ વીડિયોના આધારે આરોપી મહિલા અને તેના પતિની ઓળખ હાથ ધરી છે.

હજુ સુધી આ મામલે કોઈપણ પક્ષ દ્વારા સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ આ ઘટના સંબંધોના બદલાતા સ્વભાવ અને સમાજમાં નૈતિક પતન પર સવાલો ઉભા કરી રહી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.