અરે બાપરે…પિતાએ તેના પુત્રને દૂધ નહીં પરંતુ પીવડાવ્યું બીયર, વિડીયો જોઈ તમને પણ આવશે ગુસ્સો

Viral Video: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના બાળકને લઈને દારૂ પીવા ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જોયું કે તે બાળકને બિયર પણ પીવડાવી(Viral Video) રહ્યો હતો, તેથી તેઓ ગુસ્સે થઈ ગયા અને વ્યક્તિને ઠપકો આપ્યો હતો. તેમજ લોકોએ પોલીસને પણ ફોન કર્યો પરંતુ ત્યાં સુધીમાં તે ફરાર થઈ ગયો હતો.

બાળકને લઈને દારૂ પીવા આવ્યો
મામલો સદર બજાર કોતવાલી વિસ્તારમાં આવેલી મોડલ શોપ કેન્ટીનનો હોવાનું કહેવાય છે. અહીં એક વ્યક્તિ એક બાળકને ખોળામાં લઈને દારૂ પીવા આવ્યો હતો. થોડા સમય પછી, તેણે શિશુ બાળકને બિયર પણ આપવાનું શરૂ કર્યું.

જ્યારે ત્યાં હાજર લોકોએ જોયું કે તે બાળકને બિયર આપી રહ્યો છે તો બધાએ તેનો વિરોધ કર્યો. કોઈએ પોલીસને ફોન પણ કર્યો હતો પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં તે વ્યક્તિ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીની શોધખોળ કરી
ત્યાં હાજર લોકોએ તે વ્યક્તિનો વીડિયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ઘણા લોકો બેસીને દારૂ પીતા જોવા મળે છે. તેમની વચ્ચે આ વ્યક્તિ પણ બેઠો હતો. મળતી માહિતી મુજબ, પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને હવે મોડલ શોપની કેન્ટીનના મેનેજર સામે કેસ નોંધવાની વાત કરી રહી છે.

પોલીસનું કહેવું છે કે સદર બજાર પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તે વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.