Uttar Pradesh News: યુપીના અમરોહામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કરવા ચોથ પર એક પત્ની પોતાના પતિની રાહ જોઈ રહી હતી. ટીચર પતિ સ્કૂલ બાદ પાર્ટ ટાઈમ દુકાન ચલાવતો હતો. વારંવાર બોલાવવા છતાં તે ઘરે નહોતો (Uttar Pradesh News) આવતો. તો પત્ની ઘરવાળાને લઈને દુકાન પર પહોંચી ગઈ. જોકે દુકાને પહોંચીને અંદર જઈને જોયું તો હોશ ઉડી ગયા. ઘરવાળાએ યુવકને તેની આંગણવાડી વર્કર મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો. બાદમાં બંનેને ખૂબ ધોઈ નાખ્યા.
પતિને રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડ્યો
આ ઘટના હસનપુર હદ વિસ્તારના એક ગામની છે. અહીં એક સરકારી શિક્ષક આંગણવાડી કાર્યકર્તા સાથે દુકાનમાંથી ઝડપાયા હતા. તેની પત્ની તેને કરવા ચોથના દિવસે બોલાવી રહી હતી. ઘણી વાર સુધી ઘરે ન આવતા પત્ની પરિવારના સભ્યોને લઈને દુકાને આવી પહોંચી.
પરણેલા પતિને તેની પ્રેમિકા સાથે દુકાનમાં વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો. ત્યારબાદ તો ભારે હોબાળો થયો. બંનેને પરિવારના લોકોએ બરાબરના ધોઈ નાખ્યા. બંને હાથ જોડીને માફી માગવા લાગ્યા. ત્યારબાદ પોલીસને સૂચના આપી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા.
જાણો સમગ્ર કિસ્સો
શિક્ષકની વર્ષ 2018માં સનપુર વિસ્તારના એક ગામમાં પ્રાઈમરી સ્કૂલમાં નોકરી લાગી હતી. તે ગઝરૌલા વિસ્તારનો રહેવાસી છે. સ્કૂલમાંથી ડ્યૂટી ખતમ થયા બાદ તે ગામમાં રહીને ખાતરની દુકાન ચલાવતો હતો. રવિવારે મોડી સાંજે તે પોતાની ખાતરની દુકાનમાં પોતાના ગામની નજીક રહેતી એક આંગણવાડીમાં કામ કરતી મહિલા સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. ત્યારે ટીચરનો પરિવાર આવ્યો તેને રંગેહાથે પકડી પાડ્યો હતો.
આજુબાજુના લોકોએ બંનેની ખૂબ ધોલાઈ કરી
પરિવારની સાથે આજુબાજુના લોકોએ બંનેની ખૂબ ધોલાઈ કરી. આ દરમિયાન હોબાળો થઈ ગયો. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસ આવી પહોંચી અને બંને પ્રેમી પંખીડાને ચોકીએ લઈ ગઈ. પ્રેમી યુગલ સાથે થયેલી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App