વડોદરામાં બુટલેગરે ફોરવ્હીલમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે…પોલીસપણ ગોથું ખાઈ ગઈ; જુઓ

Liquor in Vadodara: બુટલગરો દારૂને પોલીસથી બચાવવા તેમજ સંતાડવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે,ત્યારે વડોદરામાં(Liquor in Vadodara) ફરી એકવાર બુટલેગરનો એક નવો કીમિયો સામે આવ્યો હતો. પીસીબીની ટીમે બાતમીના આધારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં કાર સાથે બે લોકો મળી આવ્યા હતાં. કારમાં દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાંથી એક પછી એક દારૂની બોટલો કાઢી હતી.

કારના બોડીના પાર્ટ્સમાં છુપાવેલી દારૂની બોટલ મળી
આ અંગે વડોદરા પીસીબીને બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે, વડોદરાના કરોડિયા રોડ પર રહેતો મોહનસિંગ રણવિરસિંગ શેખાવત કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા આ આરોપીઓની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે સ્થળ પર પહોંચીને એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન તથા વિવિધ બોડી પાર્ટસમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું.

7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીસીબીની ટીમે રૂ. 1.37 લાખની વ્હીસ્કી અને બિયર સહિત કુલ મળી રૂ. 7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તેમજ પીસીબીની ટીમે આરોપી મોહનસિંગ રણવીરસિંગ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ શૈલેષભાઇ રાવળ સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે સોનીને વોન્ટેડ જાહેર કર્યો છે. મોહનસિંગ સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઇ ચુક્યા છે. જે પૈકી મોટા ભાગના પ્રોહિબિશનના છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવવામાં આવે છે,તેમજ પોલીસ આવા બુટલેગરોને પકડીને સજા પણ આપે છે તેમ છતાં પણ આવા બુટેલગરો સુધરાવવાનું નામ લઇ રહ્યા નથી.