Vadodara Accident: ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોઈ છે.ત્યારે આજે ફરી એકવાર વડોદરા જિલ્લાના(Vadodara Accident) ડેસર તાલુકાની વાલાવાવ ચોકડી પાસે એક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક આઇવા બમ્પર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું છે.ત્યારે આ બનાવ અંગે ડેસર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પુરપાટ ઝડપે આવતા ડમ્પરે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા થયું મોત
વાલાવાવ ચોકડી પાસેના એક ખેતરમાં 70 વર્ષીય લીલાબેન પ્રભાતસિંહ રાઠોડ પશુ ચરાવવા ગયા હતા. આ દરમિયાન લીલાબેન ખેતરના કિનારે ઉભા હતા તે દરમિયાન ઉદલપુર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ બમ્પરે લીલાબેનને અડફેટે લેતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.વૃદ્ધાનો ભોગ લેનાર સિમેન્ટ બમ્પર ઉદલપુર તરફથી આવી રહ્યું હતું.ડમ્પર એટલું સ્પીડમાં હતું કે વૃદ્ધાને અડફેટે લીધા બાદ ખેતરના કિનારે આવેલ DPમાં ભટકાયું હતું. પુરપાટ ઝડપે ભટકાતા DP પણ જમીનદોસ્ત થઇ ગઇ હતી. આ બનાવ બનતા જ બમ્પર ચાલક પોતાનું સિમેન્ટ બમ્પર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો.ત્યારે આ વૃદ્ધાના અકાળ મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
વાલાવાવ ચોકડી પાસેના ખેતરમાં બનેલી આ ઘટનાને પગલે ચોકડી પાસે વેપાર-ધંધો કરતા તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા.તેમજ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.જોકે, લોકો આવી પહોંચે તે પહેલાં બમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ અકસ્માતમાં લીલાબેનનું મોત નીપજ્યું હોવાના સમાચાર ગામમાં તેમના પરિવારજનોને મળતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તે સાથે બનાવની જાણ ડેસર પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી.
ફરાર ડમ્પર ચાલકને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
ડેસર પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે વૃદ્ધાના પરિવારજનોની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા આઈવા ચાલક રાજુસિંહ બબનસિંહ (રહે. બિહાર) સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube