વડોદરામાં નિર્દયતાથી પાઇપ વડે વૃદ્ધને ચોરીની આશંકાએ યુવકે માર્યો ઢોર માર, વૃદ્ધ બરાડા પાડી આજીજી કરતા રહ્યા, જુઓ

Vadodara News: સંસ્કાર નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના બની છે. વડોદરામાં ચોરીની સંભાવનાએ માનવતાને નેવે મૂકીને વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો છે.શહેરમાં ચોરીની આશંકાએ માનવતાને ભૂલીને વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેનો હચમચાવી નાખે એવો વીડિયો પણ સામે આવ્યો છે. જેને જોઈને તમને પણ(Vadodara News) વૃદ્ધ પર દયા આવી જશે. ત્યારે હવે સવાલ એ થાય છે કે ફક્ત ચોરીની આશંકાએ કોઈ વૃદ્ધ વ્યક્તિને આ પ્રકારે માર મારવો કેટલો યોગ્ય છે?

ચોરીની આશંકાએ વૃદ્ધ પર હુમલો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે ચોરી કર્યાના ખોટા આરોપ હેઠળ બે યુવકોએ વૃદ્ધ પર પાઇપથી હુમલો કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તમાશાને તેડું ન હોય તેમ દરેક જણ વૃદ્ધને બચાવવા એકત્રિત થયા હતા. પરંતુ તે બધા લોકો વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોવામાં મશગૂલ હતા. ગઈકાલે સાંજના સમયે ચોરીની આશંકાએ બે યુવકોએ પાઈપથી વૃદ્ધ પર હુમલો કર્યો હતો. અહીં સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ તમાશો જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું, તેમાંથી એક પણ વ્યક્તિ વૃદ્ધને બચાવવા માટે આગળ આવ્યો નહોતો.ત્યારે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વૃદ્ધે છોડી દેવા હાથ-પગ જોડ્યા
આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટ વીડિયોમાં નજરે પડે છે. વૃદ્ધ છોડી દેવા આજીજી કરે છે છતાં નિર્દયતાથી યુવકો તેમને મારે છે, સાથે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જુએ છે. સમગ્ર બાબતે માંજલપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, ઇજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી
આ ઘટનાના પગલે માંજલપુર પોલીસ દોડી આવી હતી અને વૃદ્ધને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમને માર મારનારા બે યુવકો સામે કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના દર્શાવે છે કે હવે લોકો વૃદ્ધોનો પણ મલાજો જાળવતા નથી. તેમની વયને પણ માન આપતા નથી. તેમના પર ગમે તેવા આરોપો મૂકે છે.