Vadodara Accident: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધતાં રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. વડોદરાના(Vadodara Accident) સમા વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલાં દંપતીને અડફેટે લીધું હતું અને કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.
સીસીટીવીમાં શું જોવા મળે છે
જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી,
આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. અકસ્માત કર્યા બાદ કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ઢસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દીવાલ અને વીજપોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી.
બનેવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સમા રોડ પર આવેલી ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપિનભાઈ જેરામભાઈ પ્રજાપતિએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગતરાત્રે 11 વાગ્યે હું મારા ઘરે હાજર હતો, ત્યારે એક મિત્રનો મારા પર ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ,
તમારા સાળા વિપુલભાઈ અને તેમનાં પત્ની શિલ્પાબેનનો અકસ્માત થયો છે, જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાઢુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રીત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલા હતા.
ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ચેક કરતાં એમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App