મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, ભાડે રહેતા લોકો માટે આવ્યા સારા સમાચાર

Portfolio Allocation In Modi Cabinet: પીએમ નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી રહી છે, જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણા મોટા નિર્ણયો લેવાના છે. ત્યારે આ મહત્વની બેઠકમાં પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટની(Portfolio Allocation In Modi Cabinet) પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો

ત્યારે બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ પણ સામેલ થયા છે. આમાં રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા સામેલ હોવાનું સામે આવ્યું છે. જેપી નડ્ડા પણ આ વખતે કેબિનેટમાં સામેલ છે. અત્યાર સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ ઉપરાંત મનોહર લાલ ખટ્ટર, લલન સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ વગેરે પણ હાજર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.

કેબિનેટની રચના બાદ હવે તમામની નજર પોર્ટફોલિયોની વહેંચણી પર છે. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કયા મંત્રીને કેટલો હિસ્સો મળે છે? મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સાથી પક્ષોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 5 સાંસદોને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી ત્રણ, જયંત ચૌધરીના રૂપમાં આરએલડીમાંથી એક અને પ્રતાપરાવ જાધવના રૂપમાં શિવસેનામાંથી એકનો સમાવેશ કરવામાં આવ્યો છે.