વડોદરામાં ચાલુ ક્લાસે જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી થતાં 6 વિધાર્થીઓ…જુઓ LIVE વિડીયો

Vadodara Classroom News: વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલની મોટી દુર્ઘટના સર્જાય છે. શાળાના છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી અને અફરા-તફરી મચી ગઈ હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે(Vadodara Classroom News) આવી રહ્યું છે. જણાવી દઈએ કે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ સ્કૂલ પર પહોચ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

‘રામ રાખે તેને કોણ ચાખે’
ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય શાળાની પહેલા માળની દીવાલ ધરાશાયી થતા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેના શાળાની અંદરના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ સામે આવતા દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ શાળામાં લંચ બ્રેક દરમિયાન નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ જાય છે, સાથે કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી જતા ઈજા પામ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ફ્લોરિંગ ધરાશાઇ થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ
મળતી માહિતી મુજબ, વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે અને તેને 2 – 4 ટાંકા આવ્યા હતા. બાલ્કનીની અંદર અને બહારનો ભાગ ધરાશાયી થયો હતો. આ કાટમાળમાં 5 થી 7 જેટલી સાયકલો દબાઇ ગઇ હતી. શાળાનું બિલ્ડીંગ 2001માં બંધાયું હતું તેમ જાણવા મળેલ હતું. રીસેસ દરમિયાન 12.20 આજુબાજુ આ ઘટના બની હતી. અચાનક જ પહેલા માળે વર્ગ-8નો ભાગ ધરાશાયી થયો હતો અને વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાઇ થતાં બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી.

સ્કૂલ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ: વાલી
આ ઘટનાની જાણ થતા જ સ્કૂલ પર વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો. વાલીઓ પોતાના બાળકોને લેવા દોડી આવ્યા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટિમ તબીબો અને પોલીસ પણ સ્કૂલ પર પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. જણાવી દઈએ કે, શાળાની દીવાલ જર્જરિત હોવાનો ફાયર વિભાગની રીમે દાવો કર્યો છે.

આ ઘટના અંગે વાલીઓનું કહેવું છે કે, શાળા તરફથી અમને આ મામલે કોઈ પણ જાણ કરી જ ન હતી. અમને ખબર પડતા અમે જાતે જ અહીં આવી ગયા હતા. મારો દીકરો જેવી છત પડી હતી ત્યારે સ્લેબ સાથે નીચે પડ્યો હતો અને તેને ઇજા પહોંચી છે. કાયદેસર જે પણ પગલાં લેવાય તે શાળા સામે લેવાવા જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ.