ટ્યુશન વગર ગરીબ પરિવારની આદિવાસી દિકરી UPSC ની પરીક્ષામાં 68મો રેંક મેળવી બની વડોદરાની ડેપ્યુટી કલેક્ટર- જાણો કેવી રીતે મળી સફળતા

Bharuch’s daughter became Deputy Collector: દીકરીની ઓછી કિંમત આંકતી ઘણી ઉક્તિઓ આપણા સમાજમાં પ્રચલિત છે.જેવી કે દીકરી અને ગાય,દોરે ત્યાં જાય,દીકરી તો પારકી થાપણ કહેવાય!, દીકરી…

Bharuch’s daughter became Deputy Collector: દીકરીની ઓછી કિંમત આંકતી ઘણી ઉક્તિઓ આપણા સમાજમાં પ્રચલિત છે.જેવી કે દીકરી અને ગાય,દોરે ત્યાં જાય,દીકરી તો પારકી થાપણ કહેવાય!, દીકરી એટલે સાપનો ભારો, દીકરી એટલે રાતનો ઉજાગરો વગેરે. પરંતુ હવે સમય બદલાયો છે આવાં અવિચારી વાક્યો આજે દીકરીને લાગુ પાડી શકાય એમ નથી. આજની સ્ત્રી-દીકરી ગાય જેવી ગરીબ નથી રહી. એ હવે સોળે કળાએ ખીલીને પોતાની અસલી શક્તિની સાબિતી આપી રહી છે. હવે દીકરી નથી સાપ નો ભારો ,દીકરી નથી રાત નો ઉજાગરો ,દીકરી તો છે પાવન તુલસી ક્યારો.

આજે ખાસ દીકરીઓ માટે જૂની વિચારધારા ધરાવતા લોકો માટે અહીં એક વાત કરવી છે મુળ સંતરામપુરના વતની અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામે રહેતાં રાઠોડ પરિવારની દીકરી જે અનેક વિટંબણાઓને પડકારોને ઝીલી પોતાના યુવાનીના જોમને ટકાવી રાખી, યુપીએસસીની પરીક્ષા આપી એ યુપીએસસીમાં 68મો રેંક મેળવી નાયબ કલેકટર(Bharuch’s daughter became Deputy Collector) બની છે.

ઉર્મિલાનો જન્મ 12 એપ્રિલ 2000માં થયો 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં કર્યો અને તેમાં પણ કોઈ ખાનગી ટ્યુશન પણ ન કર્યું ધોરણ 8 થી 10 અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યું અને ધોરણ 11 12 પણ અંકલેશ્વરની જ લાઇન્સ સ્કૂલમાં કર્યું પરંતુ 1 થી 12 ધોરણ સુધીના અભ્યાસમાં ઊર્મિલાબેન રાઠોડએ ખાનગી ટ્યુશન કર્યું જ નથી તદુપરાંત કડકિયા કોલેજમાં પણ ગ્રેજ્યુએશન કર્યું માધ્યમ વર્ગમાં જન્મેલી દીકરીને તેના માતાપિતાએ જાતીય ભેદભાવ વગર ઉછેરી છે.ઉર્મિલા નાનપણથી જ ભણવામાં કુશળ હતી આથી સમજણ કેળવાતા તેણીએ યુપીએસસી (યુનીયન પબ્લીક સર્વીસ કમીશન) ની પરીક્ષા આપી, IAS ઓફિસર બનવાનું નક્કી કર્યું.

ડેપ્યુટી કલેક્ટર તરીકે ઊર્મિલાબેન રાઠોડ પોતાના ઘરમાં સામાન્ય બનીને રહે છે સાથે તેની માતા સાડીનું ભરતકામનું વર્ક કરે છે અને તેમાં પણ સહકાર આપે છે અને તેણીની આજે પણ પોતાના પરિવારમાં કોઈ ડેપ્યુટી કલેક્ટર તરીકેનો કોઈ પણ અહમ વિના જોવા મળે છે પરંતુ ઊર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી વધારે સિંહ ફાળો માતા-પિતાનો છે.

સામાન્ય ગરીબ પરિવારની હોવાનું સામે આવ્યું હતું અને એક નળિયા જેવા મકાનમાં રહેતી ઊર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેકટર તરીકે હાલમાં ટ્રેનિંગ અર્થે રેલવે મારફતે અવરજવર કરતા હોય અને આ વાતને લઈ માતા-પિતામાં પણ હર્ષ અને ખુશી જોવા મળી છે અને પરિવાર કરતાં વધુ ખુશી તેની આસપાસના પાડોશીઓમાં જોવા મળી રહી છે.

ગુજરાતમાં શિક્ષણમાં સૌથી વધારે યુવાન કરતાં યુવતીઓ વધુ આગળ છે ઘણી વખત માતા-પિતામાં દીકરીનો જન્મ થાય તો તે બોજ હોવાનું માની દુઃખ વ્યક્ત કરાતું હોય છે પરંતુ જે દીકરીને માતા પિતાએ ઉછેયળીને મોટી કરી હોય અને તે જ્યારે માતા પિતાનું ગર્વથી માથું ઊંચકે તેવું કામ કરે છે ત્યારે માતા પિતા પણ ગર્વ મહેસુસ કરે છે અને આવું જ એક આદિવાસી પરિવારમાં થયું છે કે ખાનગી ટ્યુશનમાં ખર્ચ વિના અને સરકારી શાળામાં ભણી અને મોબાઈલ થકી તેણીની આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગઈ છે.

જેમ ઋતુકાળમાં વસંતઋતુમાં, બધી જ બાજુ હરિયાળી ખીલી ઊઠે છે તેમ જીવનના વસંતકાળ યુવાનીમાં, યુવાવર્ગનું જોમ અને ઊત્સાહ ખીલી ઊઠે છે અને તે પરાકાષ્ટાએ હોય છે. કેટલાક યુવક-યુવતીઓ આ જોમ અને ઊત્સાહ સાથે કારકીર્દીના પથ તરફ વળે છે અને પોતાના અંતીમ ધ્યેયને પેશન બનાવી, ધ્યેયને પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *