લોકડાયરામાં રૂપિયાની ચાદર પથરાઈ, અલ્પા પટેલ પર થયો 500ની નોટોનો વરસાદ- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat)માં સૌરાષ્ટ્ર(Saurashtra)ની ધરા એ સંત, સુરા અને શૂરવીરની ધરા કહેવાય છે. સૌરાષ્ટ્રની ધરાએ દાનવીરોની ધરતી પણ કહેવામાં આવે છે અને જયારે ગૌ સેવાની વાત આવે…

ગુજરાત(Gujarat)માં સૌરાષ્ટ્ર(Saurashtra)ની ધરા એ સંત, સુરા અને શૂરવીરની ધરા કહેવાય છે. સૌરાષ્ટ્રની ધરાએ દાનવીરોની ધરતી પણ કહેવામાં આવે છે અને જયારે ગૌ સેવાની વાત આવે ત્યારે પણ સૌરાષ્ટ્ર ગૌસેવાના દાનમાં હમેંશા મોખરે હોય છે. રામનવમી(Ramanavami)ના રોજ રાજકોટ(Rajkot)ના શાપર(Shapar) નજીક વાળધરીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં એક સુંદર અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક અલ્પા પટેલે(Alpa Patel) પોતાના સુર રેલાવીને સૌ લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. અલ્પા પટેલે લોકગીતોની રમઝટ બોલવતા લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. થોડી જ વારમાં લાખો રૂપિયા એકઠા થઇ ગયા હતા.

ડાયરામાં એકઠા થયેલા રૂપિયા ગાયો પાછળ વાપરવામાં આવશે:
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાની અંદર લોકોએ મન મુકીને પૈસાનો વરસાદ કર્યો હતો. અલ્પા પટેલે પોતાના સુરીલા અવાજમાં એવા સુર રેલાવ્યા કે લોકોએ તેમના પર 500ની નોટોનો વરસાદ કર્યો હતો. 500 રૂપિયાની નોટો ઉડતાં જ ગાયોના દાન માટે લાખો રૂપિયા એકઠા થયા હતા. અલ્પા પટેલની સાથે તેમના પતિ ઉદયભાઈ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રમાં લોકડાયરાનું અનોખું અને અનેરું મહત્વ:
સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરૂ અને અનોખું મહત્વ ગણાય છે. હાલ ભાગવત સપ્તાહનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાતે લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો કલાકારો પર મન મુકીને રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *