ભર બજારે 2 આખલાઓમાં ખેલાયું યુદ્ધ, રાહદારીઓમાં ડરનો માહોલ- જુઓ હચમચાવી દે તેવો વિડીયો

મહેસાણા(ગુજરાત): બપોરના સમયે વિજાપુર શહેરમાં આવેલા ચક્કરથી ખત્રી કુવા રોડ વચ્ચે તોફાને ચડેલા બે આખલાઓએ રાહદારીઓ અને વાહન ચાલકોમાં દરનો માહોલ ઉભો કર્યો હતો. આસપાસના વેપારીઓએ આ આખલા પર પાણી નાખતા આખલાઓ શાંત પડયા હતા.

વિજાપુર શહેરના હાઇવે પર આવેલા મામલતદાર કચેરી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આનંદપુરા સર્કલ ટીબી ક્રોસ રોડ સહિત સતત વાહન વ્યવહાર અને વેપાર-ધંધાથી ધમધમતા રહેતા મુખ્ય માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો સામસામે આવતા હોય છે. જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે.

બે વર્ષ પહેલા એક આધેડ વેપારીને શહેરના એસ.ટી સ્ટેન્ડ રોડ પરથી પસાર થતી વખતે રખડતા ઢોરે સિંગડે ભરાવતા ગંભીર ઈજાઓ થઈ હતી. એ દરમિયાન તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિજાપુરમાં આવેલા ચક્કરથી ગણતરી કુવા રોડ વચ્ચેના પાલિકા હસ્તકનાં જીએસપી કોમ્પ્લેક્સ આગળ ભર બજારમાં બે મહાકાય આખલાઓ રોડ વચ્ચે તોફાને ચડ્યા હતા.

બંને અખલાઓ ના કારણે રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને રાહદારીઓમાં ડરનો માહોલ સર્જાયો હતો, એ ઘટનાને કારણે લોકો એ બંને અખલાઓ પર પાણી છાંટતા તેઓ છુટા પડ્યા હતા. જોકે વિજાપુર પાલિકા દ્વારા રોડ પર રખડતા અખલાઓ વિરુધ કોઈ પ્રકારના પગલાંના લેતા પાલિકા કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈતું હોય તેમ લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *