શિયાળાની કાતિલ ઠંડીમાં હાથ-પગ જકડાઈ જાય ત્યારે આ રીતે મેળવો રાહત, જાણો ટીપ્સ

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ક્યારેય ન અનુભવેલી એવી કાતિલ ઠંડીનો અનુભવ આજકાલ થઈ રહ્યો છે. અહીં સવારની પહોરમાં બ્લેન્કેટ કે ગોદડાની બહાર નીકળવાનું મન નથી થતું તેવા સમયમાં કસરતની ઝંઝટમારીમાં કોણ પડે? શા માટે શિયાળામાં જ શિયાળુપાક ખાવાનો આટલો આગ્રહ થતો હશે. શું એના પાછળ પણ કોઈ સાયન્ટિફિક કારણ છે?

શીયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો વધી કેમ જાય છે? થોડું ચાલીએ ત્યાં પગમાં ગોટલા ચડી જાય છે. હાથ-પગ જકડાઈ જાય છે. આ બધું ઠંડીમાં જ કેમ થાય? શિયાળાની ઋતુમાં હાથ-પગનો દુખાવો એ સૌથી મોટી પરેશાની માનવામાં આવે છે વધતી જતી ઉંમરની સાથે-સાથે આ સમસ્યામાં પણ વધારો થતો જાય છે. શિયાળાની ઋતુમાં જ્યારે લોકોના હાથ પગમાં સોજા આવે છે ત્યારે તેની અંદર ખૂબ અસહ્ય દુખાવો થાય છે, અને સાથે સાથે પોતાના હાથ પગ હલાવી પણ શકતા નથી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ આ સમસ્યામાં પણ વધારો થતો જાય છે.

ગરમ તેલથી માલિશ

કટોરીમાં થોડું તેલ લઈ તેને તવા ઉપર બરાબર ગરમ કરી લો અને ત્યારબાદ ગરમ તેલથી તમારા પગની મસાજ કરો. જો થોડા મિનિટો સુધી હળવે હાથે આ ગરમ તેલથી તમારા પગમાં મસાજ કરવામાં આવે તો તેના કારણે તમારા પગની નસો પ્રભાવિત થાય છે, અને તેની અંદર યોગ્ય માત્રામાં રક્તપ્રવાહ પસાર થાય છે જે દુખાવાને દૂર કરવામાં અને સોજાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ માલિશ કરવા માટે તમે નારિયેળનું અથવા તો જેતૂનનું તેલ ઉપયોગ કરી શકો છો.

તેલ અને મીણબત્તી

શિયાળામાં હાથ પગ ના સોજા અને દુખાવાને દૂર કરવા માટે મીણબત્તી અને સરસવના તેલ ના મિશ્રણને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. 1 કટોરી ની અંદર સરસવનું તેલ લઈ તેને ગરમ કરો અને ત્યારબાદ તેની અંદર એક મીણબત્તી નાખી દો. જ્યારે મીણબતી બરાબર ઓગળી જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લો અને જે જગ્યા એ સોજા આવ્યા હોય તે જગ્યાએ આ મિશ્રણને લગાવી દો. દિવસમાં બેથી ત્રણ વખત તે જગ્યાએ મસાજ કરવાથી દુખાવામાં રાહત મળે.

બરફથી કરો સેક

બરફનો શેક તમારા ઘૂંટણ ની અંદર આવેલા સોજા અને દુખાવાને દૂર કરવામાં ખૂબ કારગર સાબિત થાય છે. આ માટે થોડા બરફના ટુકડા લઈ તેને બરાબર તોડી લો અને એક બેગની અંદર ભરી લઈ તેને દુખાવાની જગ્યાએ થોડી વખત રાખી મૂકો. આમ કરવાથી ત્યાં થતા દુખાવામાં તરત જ રાહત મળે છે. દરરોજ નિયમિત રૂપે 15 મિનિટ સુધી બરફ દ્વારા આ રીતે શેક કરવામાં આવે તો શિયાળા માં આવતા સોજા અને દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

ગરમ પાણી અને મીઠાનો શેક

જો શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા તો દુખાવો થતો હોય તો તે જગ્યાએ પાણી ગરમ કરી તેની અંદર થોડું મીઠું ઉમેરી લો, અને ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ સુધી તે જગ્યાએ શેક કરો. પાણીની ગરમીની કારણે ત્યાં થતા દુખાવામાં રાહત મળે છે અને ત્યાં આવેલા સોજા માં યોગ્ય માત્રામાં રક્તપ્રવાહ થાય છે જેથી કરીને સોજામાં પણ ઘટાડો થાય છે.

શેની ચોક્સાઈ રાખશો?

ઠંડીથી બને એટલું પ્રોટેક્શન મેળવવું. કોઈ પહેરે કે ન પહેરે, તમને તમારા શરીરની ચિંતા હોય તો શરમાયા વગર ઊનનું ગરમ સ્વેટર, હાથ પગનાં મોજાં, મફલર વગેરે પહેરવાં.

ઘરનાં બારી-બારણાં બંધ રાખવાં.

નિયમિત કસરત દ્વારા બોડીને વોર્મઅપ કરવું.

આઉટડોર ગેમ વધુ રમવી. ક્રિકેટ, બેડમિન્ટન, ફુટબૉલ જેવી મસલ્સની મૂવમેન્ટ વધારતી રમતો આ સીઝનમાં ખાસ રમવી.

તેલથી બોર્ડમિસાજ કરવું.

ઘરમાં પણ સ્લીપર પહેરો. બહાર નીકળો ત્યારે સાદાં ચંપલને બદલે શૂઝ કે મોજડી પહેરવાનું રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *