સનરાઈઝ ફાઉન્ડેશન ઉત્તરસંડા દ્વારા નવનિર્મિત અનેક પ્રોજેક્ટની લોકાર્પણ વિધિ અને વિવિધ સામાજિક સહાય વિતરણ કાર્યક્રમ

Sunrise Foundation Uttarsanda: સનરાઈઝ ફાઉન્ડેશન ઉત્તરસંડા દ્વારા નવનિર્મિત અનેક પ્રોજેક્ટની લોકાર્પણ વિધિ અને વિવિધ સામાજિક સહાય વિતરણ કાર્યક્રમ (Sunrise Foundation Uttarsanda) યોજાયો હતો. જેમાં ડો. મોહનભાઈ પટેલ – મુંબઈના પૂર્વ શેરિફ અને ઉદ્યોગપતિ તથા મુખ્ય દાતાના પ્રમુખ સ્થાને યોજાયો હતો. જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી
કાર્યક્રમમાં ઉત્તરસંડા ખાતે નવનિર્મિત “સુરજબા સરોવર”, “આર્યન અર્જુન સહાના ઉદ્યાન”, “મુક્તિધામ”, “શ્રી પ્રમુખ સ્વામી સિનિયર સિટીઝન પાર્ક”, “શ્રી મહંત સ્વામી ઘાટ”નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ઉજવણીના ઉપક્રમે શાળાના વિધાર્થીઓ સ્કૂલબેગ, નોટો, ચોપડા અને સ્કૂલ શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 50 ગંગાસ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગામના 85 થી વધુ વયના 49 વડીલોને ₹1 લાખની સહાય આપવામાં આવી હતી.

આ લોકો રહ્યા હતા ઉપસ્થિત
આ કાર્યક્રમ ખાતે સંતરામ મંદિરના નિર્ગુણદાસ સ્વામી, વડતાલ ધામના ડો.સંતસ્વામી, BAPS મંદિરના કોઠારી સર્વમંગલ સ્વામી સહિતના સંતઓ, સાંસદ ખેડા દેવુસિંહ ચૌહાણજી,અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજી, મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકીજી,

જિલ્લા પોલીસ વડા રાજેશભાઈ, ચારુતર વિદ્યા મંડળના ચેરમેન ભીખુભાઈ, ચાંગા ચારૂસેટ યુનિવર્સિટી અને હોસ્પિટલના અધ્યક્ષ નગીનભાઈ પટેલ, દાતા હરિહરભાઈ પટેલ તથા કૌશિકભાઇ પટેલ, પૂર્વ સરપંચ ઈશિતભાઈ, જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ સહિત દાતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.