ગત વિધાનસભા ચૂંટણીમાં ૧૬૪ ઉધના વિધાનસભા કોંગ્રેસનાં ઉમેદવાર સતીષભાઇ ચંપકભાઇ પટેલ અને હાલમાં ચાલુ કોર્પોરેટરનો માણસ અને કોર્પોરેટર પર ACB એ લાંચ નો ગુનો નોંધ્યો છે. લાંચ લેવાના આરોપસર સતીશ પટેલના સાગરિત તરીકે લાંચ સ્વીકારવા આવેલ અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા નામના વ્યક્તિને એસીબીએ કાસારામ સોસાયટીના ગેટની સામે, ભેસ્તાન-જીઆવ રોડ, જાહેર રોડ ઉપરથી પકડી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.
આ ઘટ્નાનીની વિગતે વાત કરીએ તો, ફરીયાદીના મિત્રના મકાનનું બાંધકામ ચાલતુ હતું જે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહી કરો તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દંઇશુ તેવું આરોપી નં. (૧) સતીશ પટેલ અને (૨) અભીરાજ ઉર્ફે અભી દેવરજનએ જણાવી પહેલા રૂપિયા ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે રૂપિયા ૧૫,૦૦૦/- આપવા જણાવેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન અભીરાજ ઉર્ફે અભી દેવરજનએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી એકબીજાની મદદગીરી કરી લાંચ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સતીશ પટેલ ટ્રેપની કાર્યવાહી દરમ્યાન મળી આવેલ નથી.
આ ટ્રેપને સફળતા પૂર્વક ટ્રેપીંગ અધિકારી સુરત શહેર એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ચૌધરી અને એ.સી.બી. સ્ટાફ એ સુપર વિઝન અધિકારી એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પૂરી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP